________________
છે: “કેટલાય વર્ષોનું કાળચક્ર ફરી ગયું હોવા છતાં આજે પણ ૧૯૬૯ની ચોવીસમી ડિસેમ્બરની સાંજની પ્રત્યેક ક્ષણ એટલી જ તીવ્રતાથી અનુભવાય છે. એ સાંજે મારા પિતા પર હાર્ટએટેકનો ગંભીર હુમલો થયો અને એ થોડી મિનિટોમાં તો મારી આખી સૃષ્ટિ ઉપરતળે થઈ ગઈ. ડોક્ટર આવ્યા પણ કશું કારગત ન નીવડ્યું. પિતાશ્રીએ વિદાય લીધી.
મારા માથે ધોળે દિવસે વીજળી પડી! ખરે બપોરે મધરાત થઈ, એકાએક કોઈ ડુંગર માથા પર તૂટી પડે અને ડુંગરની શિલાઓ સતત માથા પરથી ગબડતી હોય એવો અનુભવ થયો. આનું કારણ એ કે મેં માત્ર છત્રછાયાસમા પિતા જ ગુમાવ્યા ન હતા બલ્ક એક જિગરજાન મિત્રે પણ એકાએક હાથતાળી આપી વિદાય લીધી હતી!” બે દિવસ સુધી એમની સ્મૃતિમાં કુમારપાળ જમી શક્યા નહિ ત્યારે સહુથી વધારે દુઃખી, વિધવા માતા જયાબહેન અપૂર્વ હિંમતથી શ્રી કુમારપાળની પાસે જઈને કહે છે: “તું સિંહનું સંતાન છે. તું આમ કાયર ન થા. મને જો હું કેટલી હિંમત રાખું છું.” કુમારપાળ દેસાઈ કહે છે કે “સાચે જ, મારી બાની હિંમતને જોઈને હું ચકિત થયો હતો.
મૃત્યુના એક માસ પૂર્વે, તા. ૨૪ નવેમ્બરે શ્રી જયભિખ્ખએ પોતાની રોજનીશીમાં ‘વિદાયસંદેશ' લખી રાખેલો. તે આ પ્રસંગે વાંચવામાં આવે છે: “મૃત્યુની ઘટનાનો શોક ન કરવો, ગંભીરતા રાખવી, ભજન યા ધૂન ચલાવવી, વૈધવ્યનાં કોઈ ચિહ્ન પણ ન રાખવાં, મરણના કોઈ વ્યવહાર ન કરવા, પ્રભુભજન અવારનવાર રાખવાગરીબને ભોજન, પારેવાને જાર, ગાયને ચાર નાખવી; બને ત્યારે તીર્થયાત્રા કરવી. જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી ગઈ છે, પાછળ તે રીતે હસતે મોઢે રહેવું.”
એમના આ વિદાય સંદેશનું અંતિમ વાક્ય હતું: ‘સહુએ અગરબત્તી જેનું જીવન જીવવું?
કુમારપાળ કહે છે કે પિતાજીના જીવનની સુવાસનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે તેમના અવસાન પછી કેટલાય લોકોએ આવીને જીવનની કટોકટીની પળે એમણે કરેલી ગુપ્ત મદદની વાત કરી.
પિતાજીનો અંતિમ વિદાય-સંદેશ હતો : “સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું સંદેશને વિગતથી સમજીએ તો એમ કહેવા માગે છે કે અગરબત્તી જેમ તેના જીવનમાં સુગંધ જ પ્રસારે છે તેમ માણસે પણ પોતાના જીવનમાંથી સંસ્કાર-સુગંધનો જ સર્વદા, સર્વથા પ્રસાર કરવો જોઈએ. વિશેષ અર્થ એમ પણ થાય કે અગરબત્તી પોતે બળીને – તકલીફ વેઠીને – પણ બીજાને તો સુગંધનું જ પ્રદાન કરે છે તેમ માનવીએ પણ સ્વાર્થના ભોગે પણ બીજા પ્રત્યે તો સંસ્કારી – સુગંધી વર્તન જ રાખવું. સર્વોદયની કે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજની ભાષામાં આ સંદેશાનો સરળ અર્થ આવો થઈ શકે કે “હંમેશાં ઘસાઈને ઊજળા થઈએ'.
એમ કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું જળબિંદુ છીપ પર પડે તો તે બિંદુમાં મોતી પાકે છે, બિંદુ મોતી સ્વરૂપે સ્થિર થાય છે તેમ જીગરજાન મિત્ર જેવા પિતાજીની ચિરવિદાયથી શોકસંતપ્ત – નિર્મળ – પુનિત બનેલા કુમારપાળના યુવાહૃદયરૂપી સ્વાતિ નક્ષત્રમાં પિતાજીના
310 જીવનની ઈંટ અને ઈમારતના સર્જક