________________
પ્રસન્નતાની સાઘના
કુમારપાળભાઈનું આગવું વ્યક્તિત્વ સૌને આકર્ષે તેવું છે.
તેમનો જન્મ રાણપુરમાં અને વતન સાયલા. એટલે તે સૌરાષ્ટ્રના સપૂત છે તેનું બે કારણોસર ગૌરવ લઈ શકાય તેમ છે. રાણપુર તે વખતે સ્વરાજ્યના આંદોલનના સમયમાં જાણીતું હતું, ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ વગેરેની રાષ્ટ્રીય પ્રવૃત્તિથી તે ધમધમતું હતું. સાયલામાં શ્રીમદ્ રાજચંદ્રના ખાસ અનુયાયી સોભાગભાઈથી સાયલાનું આધ્યાત્મિક વાતાવરણ પણ જાણીતું છે. શ્રી કુમારપાળભાઈને રાષ્ટ્રીયતા અને આધ્યાત્મિક ભૂમિનો વારસો મળ્યો છે જે તેમણે દીપાવ્યો છે.
માત-પિતાનો વારસો પણ તેમણે દીપાવ્યો. તેમના પિતાની શીખ બરાબર ધ્યાનપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસ કર્યો છે. પિતાનો સાહિત્ય-વારસો પણ આગળ ધપાવ્યો છે. પિતા કરતાં પુત્ર આગળ વધે એવી દરેકની ઇચ્છા હોય છે અને એ રીતે જોઈએ તો સાહિત્યના ક્ષેત્રે તેઓએ ઘણી પ્રગતિ સાધી છે.
તેમને મિત્ર તરીકે માણવા એ એક લહાવો છે. તેમની વિચારધારામાં તેમનું હકારાત્મક વલણ એ નોંધનીય પાસું છે. તેમના એ અભિગમથી દરેકને સંતોષ મળે છે. જ્યારે કોઈ પણ કામ માટે બોલાવીએ ત્યારે આવવા માટેની અનુકૂળતા કરવાનું જ તેમનું વલણ રહે છે. બીજા કાર્યક્રમમાં રોકાયેલા હોય તો પણ આપણી અનુકૂળતાનો વિચાર કરી તેનો રસ્તો કાઢવા પ્રયત્ન કરે છે. મને અંગત રીતે એવો
સૌભાગ્યચંદ શાહ
305