________________
છે. દા.ત. કોઈ ઠેકાણેથી તેઓ નીકળતા હોય અને સાથમાં કોઈ હોય તો... તેઓ અચૂક પૂછે જ કે કઈ રીતે (વાહન) આવ્યા છો અને ક્યાં જવું છે ?... આવું તો ઘણામાં હોય છે પરંતુ કુમારપાળ પેલા સાથેનાને પોતાના વાહનમાં મોકલશે અને જાતે બીજું વાહન ભાડે કરીને જશે અથવા પોતાનું વાહન પાછું આવે ત્યાં સુધી રાહ જોતા ઊભા રહેશે.
બીજું, બીજાનું કોઈ કામ પોતાનાથી થાય એવું નહીં હોય તો પણ ના પાડવાનું તો એ શીખ્યા જ નથી.... કાં તો એ બીજું કોણ કરી શકે તેમ છે એનો વિકલ્પ આપશે અથવા ના એવી રીતે કહેશે કે સામેનાને એ હા જેવી લાગે.
આ નવમી વિશિષ્ટતા જવલ્લે જ બીજે જોવા મળશે.
દસમી વિશિષ્ટતા છે એમની ગંભીરતામાં પણ, ધાર્મિકતામાં પણ, આધ્યાત્મિકતામાં પણ હાસ્યની વૃત્તિ. ભલે તેઓ ફુલટાઇમ હાસ્યલેખક નથી પણ તેઓ વાતચીતમાં કે લેખનમાં હાસ્યના જે ચટકા મૂકે છે એ એમનામાં રહેલી હાસ્યવૃત્તિને છતી કરે છે.
જોકે માણસ કે કોઈ પણ સર્વગુણસંપન્ન હોતું નથી... રામ પણ નહોતા અને કૃષ્ણ પણ નહોતા કે ગાંધીજી પણ નહોતા, પણ આપણે આવા માણસમાં રહેલા ગુણો જોવાના ગુણની એક વિશિષ્ટતા રાખીએ એમાં કશું ખોટું નથી.
304
વિરલ વિશિષ્ટતાઓ