________________
હોય, તે વિશે વિચારવું અને તેને પડખે ઊભા રહેવું. ‘સહુનું જુઓ’ એટલે કે માત્ર સ્વસુખ કે સ્વહિતનો વિચાર કરવાને બદલે સર્વસુખ અને સર્વહિત વિશે વિચારવું અને તે માર્ગે વધુ ને વધુ સદ્કાર્ય કરવાં.
૧૯૬૫થી લખવાની શરૂઆત કરી અને આજે ૧૦૦થી વધારે પુસ્તકોમાં એમની કલમનો કસબ કંડારાયેલો છે. ૧૧ પુસ્તકો અંગ્રેજીમાં તો બે પુસ્તકો હિંદીમાં લખી જુદી જુદી ભાષાઓ પરનું એમનું પ્રભુત્વ સિદ્ધ કર્યું. ૯ પુસ્તકોને કેન્દ્ર અને રાજ્ય સ૨કા૨ તરફથી ચુનંદા પુસ્તકો તરીકે પસંદ કરીને ઇનામોથી નવાજવામાં આવ્યાં. એમણે કરેલા વિશાળ બાળસાહિત્યસર્જનનું આજે હિન્દી અને અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતીના પ્રોફેસર હોવાની સાથે સાથે ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑફ આર્ટ્સના ડીન અને યુનિવર્સિટી સ્કૂલ ઑફ લેંગ્વેજીસના ડાયરેક્ટર પણ છે. નવા નવા અભ્યાસક્રમોને દાખલ કરી વિદ્યાર્થીઓને ભણતરની ઉત્તમમાં ઉત્તમ તક પૂરી પાડવી એ શિક્ષક તરીકે એમનું સર્વોત્તમ લક્ષ્ય છે. આજે અપભ્રંશ ભાષામાં સર્ટિફિકેટ કોર્સ એ એમના જ વિચારોની ફલશ્રુતિ છે. પીએચ.ડી.ના વિદ્યાર્થી માટે ગાઇડ તરીકે ૧૬ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે તેમજ ગુજરાત યુનિવર્સિટી, રાજસ્થાનની જૈન વિશ્વભારતી યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના માન્યતાપ્રાપ્ત ગાઇડ છે. ગુજરાતી સાહિત્ય, પત્રકારિત્વ અને જૈનદર્શન એ એમના ગાઇડ તરીકેના વિષયો છે. મધ્યકાલીન જૈન કવિ આનંદઘનજી ઉપર એમણે કરેલું સંશોધન પીએચ.ડી.ની ડિગ્રી માટે અત્યંત વખણાયું છે. તેઓ ખૂબ જ બાહોશ અને નીડર વક્તા પણ છે.
૧૯૬૯માં પત્રકાર-લેખક પિતાના અવસાન પછી ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાત સમાચા૨માં ઈંટ અને ઇમારત’ દૈનિક કટાર લખવાનું શરૂ કર્યું. પોતાનાં અનેક પુસ્તકો અને લખાણો દ્વારા સમાજને દાન આપીને ચારણ કવિની દાનવીરની અપેક્ષા ડૉ. કુમારપાળ દેસાઈએ પૂરી કરી છે. એમના લેખો બહુ વેધક, વિચારસભર અને રચનાત્મક હોય છે. એમના લખાણની શૈલી સુંદર, સાદી અને મોહક છે.
જૈન સાહિત્યમાં પણ ડૉ. કુમારપાળભાઈનું અદ્ભુત ખેડાણ છે. અનેક જૈનાચાર્યો જેવા કે શ્રી હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, આચાર્ય બુદ્ધિસાગરજી, આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની જીવનકથાઓ તથા ભગવાન ઋષભદેવ અને મહાવીર સ્વામીનાં જીવનચરિત્રો તેમજ મોતીની ખેતી’ અને ‘બિંદુ બન્યું મોતી' એ જૈન કથાઓ મુખ્ય છે. પ. પૂ. પંજાબકેસરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજીનાં હિન્દી પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ત્રણ અત્યંત માર્મિક પુસ્તકો ‘ધન્ય છે ધર્મ તને’, ‘ઓજસ દીઠાં આત્મબળનાં’, ‘રત્નત્રયીનાં અજવાળાં’ નામે પ્રગટ કર્યાં.
174 વિશિષ્ટ યોગદાન