________________
હવે છેલ્લી વાત : પોતાના એક લેખમાં પોતાના પિતા જયભિખ્ખું અને માતા જયાબહેનની મૃત્યુની અંતિમ ઘટનાએ એમને ઓછું નથી આપ્યું એમ નોંધ્યું છે. મૃત્યુની ઘટના જીવન આપે એમ લખવું એ સૂર્યોદય જેવું જ છે. એમના સાહિત્યકાર પિતા ભીખાલાલે જયાબહેનમાંથી જય લીધો અને ભીખલાલમાંથી ભિખુ' શબ્દ પસંદ કરી એક સાંકેતિક, ધ્વનિપૂર્ણ નામ ઉપજાવ્યું – ‘જયભિખુ. આ સૂચક ઉપનામ જેમ યોગ છે એમ કુમારપાળભાઈનું આ પરિવારમાં જન્મવું અને પછી પોતાની રીતે વિકાસાત્મક રીતે સતત વિકસવું એ પણ ગુણસમૃદ્ધિની જ આનંદયાત્રા છે.
પિતાની મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈ આ બે શબ્દો જ ડૉ. કુમારપાળ દેસાઈની સમગ્ર સર્જનયાત્રાનો પ્રેરક બળો યા પરિબળો છે. પોતાના પિતાએ જેને જીવન માન્યું – જીવનનો ધર્મ માન્યો એને જ કેન્દ્રમાં રાખી સતત શબ્દ દ્વારા ઉપાસના કરવી એ પણ એક રીતે આંતરિક સુવાસ જ છે. એક પ્રસંગ આ લેખથી છૂટા પડ્યા જેવું લાગે તો પણ એ જોખમ ઉઠાવીને ટાંકું છું.
મારા પિતા જયભિખુની એક કૃતિ જે કવિ જયદેવ વિશેના જીવન-કવનની હતી એનું નાટ્યરૂપાંતર આકાશવાણી અમદાવાદ પરથી નવા નટો મારફત રજૂ કરવાના હતા. સાહિત્યકાર જયભિખ્ખને આ ક્ષણના ભાગીદાર થવાની ઇચ્છા હતી એટલે આકાશવાણીનાં થોડાંક પગથિયાં ચડ્યા અને પછી પાછા વળી ગયા... આ કુમારપાળ દેસાઈના પેઢીનામાનું મથાળું !
ઘેર બેસી એમણે આખું નાટ્યરૂપાંતર સાંભળ્યું અને પછી પત્રથી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. જો જન્મ અને મૃત્યુ આનંદમય ક્ષણ છે તો જીવનની બધી જ ક્ષણો આનંદમય જ છે. શિક્ષણ જેમ જેમ આપણી અંદર અંદર ઊતરતું જશે તેમ તેમ ભીતરની કરુણા – ભીતરનું ડહાપણ કલકલ છલ છલોછલ કરતું બહાર છલકાતું જશે. શેસ્પિયરના મર્ચંટ ઑફ વેનિસ નાટકમાં પોશિયા આ પ્રમાણે કહે છે :
'It droppeth like gentle rain.'
હળવા વરસાદની જેમ ઈશ્વરની કૃપા કુમારપાળ દેસાઈ પર ઘણા સ્વરૂપે વરસી છે. એનો એક રંગ તે પદ્મશ્રી'.
287 દિનકર ભોજક