________________
Mખશિખ સજ્જળ મિત્ર
શ્રી કુમારભાઈ સાથેનો મારો વ્યક્તિગત પરિચય લગભગ ૪૦ વર્ષ જેટલો જૂનો છે. શરૂઆતનાં વર્ષોમાં અમે કુટુંબ સહિત કેટલાક ટૂંકા પ્રવાસો પણ સાથે કરેલા. આ દરમ્યાન તેમનો વધુ પરિચય મળ્યો હતો તથા તેમની લાગણી અને સહૃદયતાનો સારો એવો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો. અમારા બંનેનાં કાર્યક્ષેત્રો અલગ હોવાથી પછીનાં વર્ષોમાં વારંવાર મળવાનું શક્ય બનતું નથી છતાં અમને બાંધતી સંબંધોની સાંકળ તો એટલી જ મજબૂત રીતે ટકી રહી છે.
શરૂઆતનાં વર્ષોની વાત કરું તો હું કોઈ કોઈ વખત રાજકારણ, બંધારણ તથા કાનૂની વિષયોને સ્પર્શતા લેખો લખતો પરંતુ તેમાં નિયમિતતા કે કોઈ જવાબદારી ન હતી. પરિણામે લેખન બાબતમાં કોઈ સાતત્ય જળવાતું નહિ. ૧૯૬૯-૭૦ દરમ્યાન કુમારભાઈએ મને પ્રોત્સાહિત કર્યો કે મારે નિયમિત લખવું જોઈએ અને તે સમયે હું સર એલ. એ. શાહ લૉ કૉલેજ તથા એચ. એ. કૉલેજ ઑફ કૉમર્સમાં વેપારી કાયદાઓ, કંપની લૉ વગેરે વિષયો ભણાવતો તેમજ શ્રી અંબિકા ગૃપમાં પણ કંપની સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતો હતો. તેથી આ બાબતોને સ્પર્શતા વિષયો ઉપર નિયમિતપણે લખવાનું તેમણે મને સૂચન કર્યું હતું. આ પછી અમારી બંનેની ગુજરાત સમાચારના શ્રી બાહુબલિભાઈ શાહ સાથે મુલાકાત થઈ હતી અને તેમણે આ વિચારને વધાવી લીધો હતો. મને યાદ છે કે ગુજરાત સમાચારમાં
ચીનુભાઈ આર. શાહ
298