________________
ખેડા પાસે પલાણા સારવાર અર્થે લઈ ગયા હતા. તેવી જ રીતે મને ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટીસની પીડા થઈ ત્યારે શેલ્બી હોસ્પિટલમાં ડૉ. વિક્રમભાઈ શાહ પાસે સર્જરી કરાવવા માટે પ્રેરણા આપનાર મિત્રોમાં તે એક હતા.
મારા જીવનમાં ડૉ. કુમારપાળભાઈ એક સાચા મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક (friend, philosopher and guide) તરીકે છવાઈ ગયેલ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ જ્યારે તેમને ‘પદ્મશ્રી'નો ખિતાબ આપવાની જાહેરાત થઈ ત્યારે મેં ખૂબ પ્રસન્નતા અનુભવી. મને ત્રણ અદા કરવાની એક અનેરી તક સાંપડી. જન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા તેને સંલગ્ન ચાર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અમે ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ ડૉ. કુમારપાળ દેસાઈના જાહેર અભિવાદનનો સમારોહ યોજ્યો. અમદાવાદ શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધેય શ્રી આત્માનંદજી, શ્રેષ્ઠી શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ડૉ. ચંદ્રકાંત મહેતા તથા મેં શ્રી કુમારપાળભાઈની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સમારોહ પણ ખૂબ સફળ રહ્યો હતો.
ડૉ. કુમારપાળભાઈ સફળતાના ઉન્નત શિખરો સર કરતા રહે તે અભ્યર્થના.
(297 રજનીકાન્ત એલ. સંઘવી