________________
ત્યીરે કદાચ કુમારપાળે કૉલેજનું ભણતર પૂરું કરેલું અને એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો. એમના પિતા ‘જયભિખ્ખુ’‘ગુજરાત સમાચાર’ની ઈંટ અને ઇમારત’ ત્યારે લોકપ્રિય હતી. એમની સાથે ચીનુભાઈ પટવાની ‘પાનસોપારી’ નામની કૉલમ પણ ગુજરાત સમાચાર'ની લોકપ્રિય કૉલમોમાંની એક હતી.
ત્યારે સ્વ. કપિલરાય મહેતા, સ્વ. વાસુદેવ મહેતા જેવા વરિષ્ઠ પત્રકારો ‘સંદેશ’માં, જ્યારે સ્વ. નિરૂભાઈ દેસાઈ, બળવંતરાય શાહ જેવા પછીની પેઢીના વરિષ્ઠ પત્રકારો ‘ગુજરાત સમાચાર’માં. હું જુનિયરમાંથી પણ જુનિયર પત્રકાર..... અને લેખો તથા રવિવારની પૂર્તિની (ત્યારે બીજા કોઈ વારની પૂર્તિ નહોતી) જવાબદારી સંભાળતો હતો.
એ વખતે કુમારપાળ રમતજગત વિશેનો એક લેખ લઈને વાસુદેવભાઈ પાસે આવ્યા. વાસુદેવભાઈ એમના પણ ગુરુ અને મારા પણ ગુરુ. એમણે લેખ જોયો અને કુમારપાળને લેખ લઈને મારી પાસે મોકલ્યા.
બસ. મારો અને એમનો એ પહેલો પરિચય. ૧૯૬૩નું એ વર્ષ હતું.
આજે ૨૦૦૪નું ચાલે છે.
૪૦ વર્ષનાં વહાણાં વાઈ ગયાં અને એમાં ઘણાં
બધાં પાણી પણ વહી ગયાં.
હું એમનો વિકાસ જોતો રહ્યો અને તેઓ મારો. ગોષ્ઠિ થતી રહી.
301
વિરલ વિશિષ્ટતાઓ
ગુણવંત છો. શાહ આશ્ર્લેષ શાહ