________________
સાહિત્યસર્જનનો વારસો તો તેમને તેમના પિતાશ્રી જયભિખ્ખ પાસેથી મળ્યો હતો. તેઓશ્રી પણ એક સફળ અને યશસ્વી સર્જક હતા.
બાળપણથી જ કુમારપાળભાઈમાં ત્યાગ અને શૌર્યની વાતોનું આકર્ષણ હતું. કારણ કે તે શ્રા અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રની ધરતીના પનોતા પુત્ર છે. આ ઉપરાંત આ સાહસિક સર્જકને “કુરબાનીની કથા'ના સર્જક ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, ખ્યાતનામ વાર્તાકાર ધૂમકેતુ’ અને કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાન્નિધ્ય સાંપડ્યું અને આ પ્રેરણાબળે જ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
બાળસાહિત્યક્ષેત્રે કુમારપાળભાઈનું પ્રદાન યશસ્વી અને નોંધપાત્ર રહેલું છે. એમના બાળસાહિત્યના સર્જનમાં એમની આગવી દૃષ્ટિનાં આપણને દર્શન થાય છે. ગુજરાતી બાળસાહિત્યને કાલ્પનિક પરીકથાને બદલે વાસ્તવિક જગત પર લાવનાર કુમારપાળ છે.
એમણે લખેલાં જીવનચરિત્રો પણ એટલાં જ આવકારણીય અને અભિનંદનીય બની રહ્યાં છે. પછી એ વીર રામમૂર્તિની કથા હોય, “સી. કે. નાયડુની કથા હોય કે બાળકોના બુદ્ધિસાગરજીની કથા હોય, ગુજરાતી બાળસાહિત્યના વાચકો માટે તો તે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે, જે આજે પણ આપણાં બાળકો ખૂબ હોંશે હોંશે વાંચે છે. ચરિત્રસાહિત્યમાં એમનું એક વિશિષ્ટ સર્જન છે “અપંગનાં ઓજસ'. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને અપાહિજ તન, અડિગ મન હિંદીમાં પણ અનૂદિત થયું છે. એમના ચરિત્રસાહિત્યમાં અપાર વૈવિધ્ય છે. આજથી ૧૦૦ વર્ષ પૂર્વે આફ્રિકામાં જઈને આફ્રિકનોને ઉદ્યોગના અજવાળાનો પરિચય કરાવનારા પ્રેમચંદ વ્રજપાળ શાહનું ચરિત્ર “માનવતાની મહેંકમાં મળે, તો વર્તમાન સમયમાં શારીરિક-આર્થિક અને માનસિક વિટંબણાઓને પાર કરીને વિશાળ ઉદ્યોગનું સર્જન કરનારા યુ. એન. મહેતાનું ચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખરમાં મળે છે. મહાત્મા ગાંધીજીના માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીનું મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' નામનું ચરિત્ર મળે છે, તો માત્ર છ ચોપડી ભણેલા પણ સરસ્વતીના કૃપાપ્રસાદને કારણે ૧૩૦ જેટલા ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરજીનું ચરિત્ર મળે છે. ભગવાન મહાવીર વિશેનું એમનું ગુજરાતી-અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક “તીર્થકર મહાવીર' આ વિષયના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે આંતરરાષ્ટ્રીય નામના પામ્યું છે.
વાર્તાસર્જનક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે અને આ વાતની પ્રતીતિ કરાવે છે એમનો વાર્તાસંગ્રહ “એકાંતે કોલાહલ'. આ વાર્તાસંગ્રહ ગુજરાતી ભાષાના નોંધપાત્ર વાર્તાસંગ્રહોમાં સ્થાન પામ્યો છે.
તેઓશ્રી ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. તેમના અભ્યાસનિબંધો, ચિંતનલેખોનો એક મોટો વાચકવર્ગ છે. તેમના ચિંતનલેખોના સંગ્રહ ‘ઝાકળ
289 યશવંત કડીકર