________________
ફોન પર સાંપ્રત સાહિત્યની–પરિસ્થિતિઓની વાતચીત, અંગત નેકસ્ય અને નિરાંતે મળવાના વાયદા. પરંતુ, વાયદા પાળવા કરતાંય વાયદા આપવાનો જ અમને બંનેને આનંદ એ જ આનંદ અમારી મૈત્રીનો પણ છે. એ આજે અતિ પ્રવૃત્ત છે – વ્યસ્ત છે. હું હતો. આજે નિવૃત્તિ સમયે મને સમય છે, થાક છે તો પણ અમારી આ ટેલિફોનિક મૈત્રી સતત અમને નિરાંતે મળવા દે છે, અમે નિરાંતે મળીએ જ છીએ.
આટલાં વર્ષોના સંબંધો મળીએ, ન મળીએ તોય એમણે સતત, નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણી વરસાવ્યાં છે. સતત મારો જ ખ્યાલ રાખ્યો છે ! ક્યા પ્રસંગોનું સ્મરણ કરું?
એક પ્રસંગ યાદ આવે છે. યુનિવર્સિટીની પરીક્ષામાં અમે પરીક્ષકો હતા. હું અધ્યક્ષ હતો. સહુ પરીક્ષકો સાથે પ્રશ્નપત્રો તો કાઢ્યા, પણ કોઈ કારણસર એક પ્રશ્નપત્રની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય લેવાયો. અન્ય પરીક્ષકો પરગામ હતા. મેં કુમારપાળને ફોન કર્યો, ‘આપણે ફરી પ્રશ્નપત્ર કાઢવાનું છે? શું કરીશું?”
‘તમારે કશું જ નહીં કરવાનું. હું પ્રશ્નપત્ર કાઢીશ. તમને બતાવી જઈશ. ફેરફાર કરવો હોય તો ઠીક. નહિતર કરજો માત્ર સહી. તમારે સહી કરવાની. હું હોઉં પછી તમારે વળી મહેનત કરવાની હોય?
કેવી લાગણી ! કેવો પ્રેમ!
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ ત્યારે અમે બંને પ્રથમ પાંચ વર્ષમાં તેના સભ્યો હતા. ત્યારે, પુસ્તકાલયોને પુસ્તકો ખરીદવા અંગે આર્થિક સહાય આપવાની પેટા સમિતિમાં અમારી નિયુક્તિ થઈ. હું શહેરની કૉલેજમાં આચાર્ય અને એ યુનિવર્સિટીમાં. એકાએક એમનો ફોન આવ્યો. પહેલાં તો સંબંધના શબ્દો પછી કહે, મેં વ્યવસ્થા કરી છે, આપણે ગાંધીનગર નથી જવાનું. તમારી કૉલેજમાં જ મિટિંગ. હસુભાઈ યાજ્ઞિક સાથે વાત થઈ ગઈ છે.’
કૉલેજમાં મિટિંગ ગોઠવાઈ. બધું જ વ્યવસ્થિત કરીને એ લાવેલા. આવ્યા, બેઠા, કહે, “હું હોઉં ત્યારે તમારે ચિંતા કરવાની હોય ? હું તો સાથે ચા પીવા આવ્યો છું. બધું જ ગોઠવાઈ ગયું છે. સહી જ કરવાની છે તમારે
મેં જોયું. અકાદમીની સૂચના પ્રમાણે, તેના નિયમો પ્રમાણે બધું નક્કી કરીને એ આવ્યા હતા. મેં સહી કરી ત્યારે કહે, સરકારે સાથે ચા પીવાનો મોકો આપ્યો એ જ આપણી ધન્યતા.” ને પાછું પેલું સ્મિત.
છેલ્લી અકાદમીમાં એ ઉપાધ્યક્ષ એક વાર, ફોનમાં વાત કંઈ “શબ્દસૃષ્ટિની નીકળી. મેં એમને જણાવ્યું કે પ્રથમ અંકથી મળતું શબ્દસૃષ્ટિ' કોઈ કારણસર મળતું નથી.
92 પ્રેમભીની મૈત્રી