________________
જ છે
કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી !
ભારત સરકારે ઈ. સ. ૨૦૦૪ના ગણતંત્રના દિવસે ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા, સન્માનિત કર્યા. તેથી સૌના હૈયામાં આનંદની એક લહેર પ્રસરી ગઈ પ્રસન્નતા વ્યાપી ગઈ.
શ્રી કુમારપાળભાઈએ નવગુજરાત કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ઈ. સ. ૧૯૬૫માં કારકિર્દીની શરૂઆત કરી. થોડાં વર્ષો અન્યત્ર નોકરી કરીને હું પણ ઈ. સ. ૧૯૬૫માં ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે જોડાયેલો. અમારો પરિચય વિદ્યાપીઠ ગ્રંથાલયમાં થયો. એ પૂર્વે માત્ર એમના કામ દ્વારા એમના નામથી પરિચિત હતો. વાચન, લેખન, સંશોધનકાર્ય ઉપરાંત ગુજરાત સમાચારની કૉલમ લખવા માટે પણ અનેક વિષયોના સંદર્ભો જોવા-તપાસવાનું એમના માટે જરૂરી બનતું તે માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં તેઓ અવાર-નવાર આવતા. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય વાચનસાહિત્ય અને સંદર્ભોની ચકાસણી માટેના સાહિત્યથી સજ્જ હતું, અને નવેસરથી સજ્જ થવાની તૈયારીમાં પણ હતું. ઈ. સ. ૧૯૬૩માં ગૂજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટી જગતમાં ડીસ્ડ યુનિવર્સિટી તરીકેનો પ્રવેશ મળ્યો. અદ્યતન માહિતીના સંગ્રહ અને સેવાઓ માટે લાઇબ્રેરી સુસજ્જ બને તે માટે તૈયારીઓ થઈ ચૂકી હતી.
ગ્રંથાલયમાં સારા વાચકો અને લેખકો
કનુભાઈ શાહ
203