________________
સમયમાં ધર્મ, સત્ય, મદદ, સારા કર્મો કરવાં એ બધાંની જરૂરત વધતી રહી છે.
ચીનુભાઈની યાદગીરીમાં વિદ્યાસભાના હૉલની મરામત કરીને તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવો અને તેને “શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ' નામ આપવું એવું શ્રી શ્રેણિકભાઈનું સૂચન એની કમિટીએ અને અમે સૌ કુટુંબીજનોએ સ્વીકારી લીધું. હૉલ તૈયાર થયો ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને બોલાવવાનો વિચાર આવ્યો. સ્વામીજી એક વાર ચીનુભાઈના સંપર્કમાં ઘેર આવી ગયા હતા. સ્વામીજી સાથે કેવી રીતે વાત કરવી તે અંગે શ્રી કુમારપાળભાઈને પૂછ્યું. શ્રી કુમારપાળભાઈએ સ્વામીજીનો સંપર્ક કર્યો અને બધી વિગતો સમજાવી. મારે પણ તેમની સાથે કેવી રીતે અને ક્યાં સંપર્ક કરવો, અમદાવાદથી કોના તરફથી સંપર્ક કરવો, એમનું રહેઠાણ તથા ટેલિફોન નંબર – એમ બધું ગોઠવી આપ્યું. હૉલના ઉદ્ઘાટન પ્રસંગે પણ કુમારપાળભાઈએ ચીનુભાઈનો આકર્ષક ઢબે વિગતપૂર્ણ પરિચય અને તેમની ખાસ વિશિષ્ટતાઓની સભાજનોને જાણ કરી.
ગુજરાતી વિશ્વકોશનાં આયોજન અને સંચાલનનું કાર્ય શ્રી ધીરુભાઈ ઠાકર અને શ્રી કુમારપાળભાઈ વર્ષોથી કરે છે. લગભગ અઢીસો સાક્ષરોના સાથ-સહકાર અને સુમેળથી એનો એક-એક ખંડ પ્રગટ થાય છે. આ ઘણું અઘરું કામ ખૂબ ચોકસાઈથી બંને જણા કરે છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક ડૉ. વિક્રમ સારાભાઈ શ્રી મૃણાલિનીબહેનને તેમજ ગુજરાતી વિશ્વકોશનો ગ્રંથ ચીનુભાઈને અર્પણ કરેલો.
થોડા સમય પહેલાં તે વખતના મેયર શ્રી હિંમતભાઈનો ટેલિફોન આવ્યો કે હું આપને મળવા માગું છું. મારે એમની સાથે ખાસ પરિચય નહિ છતાં મળવા બોલાવ્યા. વાતવાતમાં એમણે કહ્યું કે ચીનુભાઈના નામનું સ્મારક કરવાનું વિચાર્યું છે. મારી સંમતિ માટે પૃચ્છા કરી. ટાગોર હૉલની બાજુમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું નામાભિધાન “મેયર શ્રી ચીનુભાઈ શેઠ સંસ્કાર કેન્દ્ર એમ કરવાનું મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે પસાર કર્યું.
શ્રી કુમારપાળભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ઉદ્ઘાટન માટે ડૉ. એલ. એમ. સિંઘવીજી આવેલા. મેં શ્રી કુમારપાળભાઈને પૂછ્યું કે નામાભિધાનના કાર્ય માટે આવતા ડૉ. એલ. એમ. સિંઘવીજીને સવારે જાત્રા કરવી છે, તમે સિંઘવીજી સાથે જશો? બંને પોતાના ક્ષેત્રમાં મોટી હસ્તીઓ તેથી મને વિચાર આવેલો. બંને જઈ આવ્યા. સંસ્કાર કેન્દ્રના નામાભિધાન પ્રસંગે પણ શ્રી કુમારપાળભાઈએ ચીનુભાઈની ખાસ વિગતો કહીને સુંદર ભાષણ કર્યું. મ્યુનિસિપાલિટીએ એમને ફૂલોથી બિરદાવ્યા.
મારા ભાઈ સમજીને હું એમને પૂછતી કે શું કરવું, કેમ કરવું. પછીથી ઘણી વાર વિચાર આવતો કે હું સમય માગું છું ને તરત હા પાડે છે. કેવો સરળ, નિખાલસ સ્વભાવ! વિદ્યાર્થીઓને
247 પ્રભાબહેન ચીનુભાઈ