________________
એક જ કાવ્ય ત્રણ કલાક ચાલ્યું પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો આ પંક્તિઓ સાથે કાગબાપુનું વક્તવ્ય પૂરું થયું પણ લોકો સ્વયંને, સ્થળને અને સમયને વીસરી ગયા. ‘સ્તબ્ધ મેદની શબ્દ નવ સરે આવું વાતાવરણ થઈ ગયું. જીવનમાં સાહજિક રીતે જ્યારે આવી સ્થિતિ આપોઆપ સર્જાય છે બસ તેનું નામ જ ધ્યાન છે.
મારી સ્મૃતિમાં આ પ્રસંગ એવો અંકિત થયો છે જે હું કદીય ભૂલી શકું તેમ નથી.
હું કુમારભાઈના આગ્રહથી શ્રી જયભિખ્ખું વ્યાખ્યાનમાળામાં એક વાર પ્રવચન આપી આવેલો. એક વાર તેમના પરિવારના લગ્ન પ્રસંગે હું ગયેલો. વર્ષો પછી થાનને ઇચ્છા થઈ તેમને ફરી સાંભળવાની. મેં લાયન્સ ક્લબ, થાનગઢની રિજિયન કૉન્ફરન્સ માટે તેમને આમંત્રણ આપ્યું. તેમણે સ્વીકાર્યું, આવ્યા, પ્રવચન આપ્યું. સત્કાર સન્માન, હારતોરા, ભોજન બધું પૂરું થયું અને તેમણે વિદાય લીધી.
હું ઘણી વાર એમને મળ્યો છું. સ્વાથ્ય જાળવવું. અતિ પરિશ્રમ ન કરવો, વધુ પ્રવાસો ન કરવા, ઉજાગરા ન કરવા – આવી ઉમદા સલાહો પણ એકબીજાને અમે આપી છે.
મેં તેમના જીવનનું નિરીક્ષણ કરવા પ્રયાસ કર્યો છે. પ્રકાંડ વિદ્વત્તા છતાં તેનો જરા પણ ભાર નહિ. સાવ બાળક જેવું નિર્દોષ, નિર્મળ વ્યક્તિત્વ; સતત સર્જનશીલતા, અવિરત પરિશ્રમ અને વણથંભી સક્રિયતા.
તેમને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે તેથી મને અત્યંત આનંદ થયો. લોકોની તેમના પ્રત્યેની લાગણી, સભાવના અને પ્રેમની અભિવ્યક્તિ સરકારશ્રી દ્વારા પદ્મશ્રીના એવૉર્ડ રૂપે થાય છે. એ રાષ્ટ્ર માટે ગૌરવનો પ્રસંગ છે.
267
શાહબુદ્દીન રાઠોડ