________________
આટઆટલું ફર્યા હશે, કોને કોને મળ્યા હશે – એમણે કદીય એવાં ફોટો આલ્બમો એકત્રનહિ કર્યા હોય, કદાચ વસ્તુની કાળજી રાખવાની ટેવનાં કારણે એકત્ર કર્યા હોય તોય જે કોઈ ઘરે આવે એને એ આલ્બમો જોવાનું લેશન એઓ આપતા નથી! વસ્તુમાં નહિ, વ્યક્તિઓમાં નહિ તેટલાં વિચાર, ભાવ, આદર્શમાં રસ-રૂચિ રાખવાં એવું એમનું ચિત્ત-બંધારણ છે – અલબત્ત વસ્તુ અને વ્યક્તિનો અનાદર કર્યા સિવાય.
તૂટક તૂટક ડાયરી લખવાની સાથે સાથે એક બીજી કુટેવ પણ મેં કેળવી છે. સરસ્વતીચંદ્ર વાંચતાં વાંચતાં એ ટેવ ગોવર્ધનરામ ત્રિપાઠીના કારણે કેળવી મિત્રોનાં અને સ્વજનોનાં અનેક નામો (ઉપનામો) પાચે જવાનું, એમના નામ પ્રમાણેના ગુણો નોંધ્યે જવાનું અને જો કંઈ શીખી શકાય તો શીખવાનું. કુમારપાળ દેસાઈને પહેલી વાર મળીને આવ્યો ત્યારે એમનું પ્રથમ (ઉપ)નામ નોંધેલું : પ્રસન્નવદન દેસાઈ. ફરી મળવાનું થયેલું ત્યારે બીજું (ઉપ)નામ ટપકાવેલું - અનાકુલ દેસાઈ. અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા આવ્યા હતા ત્યારે અને અનેક વિષય પર એમને લખતાં-વાંચતાં જોયા ત્યારે મનમાં ત્રીજું ઉપનામ સ્થિર થયેલું અનેકાન્ત ઝવેરી. ૨00૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી પદ્મશ્રી' એવૉર્ડ એનાયત થયાની ખુશ)ખબર વાંચી ત્યારે મનોમન ફરી એક નામ પાડ્યું: “સદાનંદ પદ્મશ્રી'.
ડૉ. કુમારપાળ પ્રસન્નવદન છે. જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે એમના ચહેરા પર એક હળવું સ્મિત પ્રસરતું જોયું છે. દિવેલિયાં ડાચાં સાથે એમને દૂરનોય સંબંધ નહિ ! અહંથી અકબંધ રહેવાની એમની ખેવના નહિ. આ હળવું સ્મિત કેવું છે? કોઈ સુકન્યા પૂજા કરવા મંદિરદ્વારે જતી હોય ને છાબડીમાં ભરેલાં ફૂલ છલકાઈને નીચે પડી ન જાય તેની સતત કાળજી રાખે તેમ સ્મિત અટ્ટહાસ્ય સુધી છલકાઈ ન જાય તેની અનાયાસપૂર્વકની કાળજી (સુકુમારપાળભાઈ રાખે ! સ્મિત પછીનું એક આગવું ડગલું ભરે ત્યારે ક્યારેક હસે ખરા – પણ ખડખડાટ નહિ. (પત્રકારત્વનું એમનું ક્ષેત્ર પણ વ્યાપક – છતાંય ત્યાં હુંનો કોઈ ખડખડાટ પણ નહિ !) સતત મલક્યા કરે, પણ છલકાયા વિના.
શેમાંથી આવિર્ભાવ પામતી હશે આ પ્રસન્નતા ? ૧૯૬૯માં એમના લેખક પિતાજીનું અવસાન થયું ત્યારે વારસામાં સાડા ત્રણસો રૂપિયા મળવા પામ્યા હતા. (અલબત્ત કશાની તોલે ન આવે તેવું લેખકત્વ પણ વારસામાં મળ્યું હશે જ ) આર્થિક ભીંસના દિવસો એમણે ખાસ્સા અનુભવેલા. હવે આજે આર્થિક રૂપે હળવાશભરી સ્થિતિ સરજાવા પામી છે તેમાં પણ એમની પ્રસન્નતાની વેલનું એકાદ મૂળ સ્વાભાવિક જ પ્રસર્યું હશે! વિદ્યાપ્રીતિ–સર્જકતાના કેટલાક અંશો વારસામાં સહજ સાંપડ્યા હશે તેને પોતીકા શ્રમ અને શ્રમથી કેળવેલી સૂઝના પરિણામે સવાયા કરી લીધા – એમાં પણ એમની પ્રસન્નતાનાં મૂળ હશે ! અંદર ઊંડે ને ઊંડે જવાની ટેવ સ્વાધ્યાય,
280 પ્રસન્નવદન, અનાકૂલ, અનેકાન્તવાદી ઝવેરી