________________
કુમારપાળ દેસાઈ એટલે સૌજન્ય, નમ્રતા, સાહિત્યસાધના અને વિદ્યાપ્રીતિ. એમના મુખ ઉપર સ્મિત ફરકે. કૉલેજમાં અને યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર, પત્રકાર તરીકે જુદા જુદા વિષયો ઉપર લખે. પત્રકારત્વનું શિક્ષણ આપે. માનવજીવનને પ્રેરણા આપે એવું સાહિત્ય સર્જે. બાળસાહિત્ય, સાહિત્યવિવેચન, જીવનચિંતન, જીવનચરિત્રલેખન, સંશોધન-સંપાદન, ધર્મચિંતન
ઇત્યાદિ ક્ષેત્રોએ એમણે સતત ખેડાણ કર્યું છે. સફળ MIકળાશ અને વક્તા. સરસ સંપ્રેષણ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રે જેન ધર્મનાં વિવિધ પાસાંઓ વિશે ડૉ. હળવાશ
કુમારપાળે વ્યાખ્યાનો આપેલાં છે અને લેખન પણ કર્યું છે. સાહિત્ય, શિક્ષણ, જૈન ધર્મચિંતનની સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંલગ્ન છે. ઘણી બધી કામગીરીઓ સાથે સંકળાયેલા ડૉ. કુમારપાળ આ બધાનો બોજો લઈને ફરતા નથી. એમના વ્યક્તિત્વમાં મોકળાશ અને હળવાશ જોવા મળે છે. બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ મેળવનાર ડૉ.
કુમારપાળ જાતે એક ખેલદિલ વ્યક્તિ છે. વિવિધ દિલાવરસિંહ જાડેજા
મિજાજની વ્યક્તિઓ સાથે હળીમળી શકે છે અને વિવિધ પ્રકારની સંસ્થાઓમાં કામગીરી સુપેરે બજાવી શકે છે.
ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી' એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે ત્યારે હાર્દિક અભિનંદનો અને ભાવિ ઉત્કર્ષ માટેની શુભકામનાઓ !
284