________________
લેખન, વક્તવ્ય-પ્રવચનની પૂર્વતૈયારી રૂપે પડી હશે ને બહાર વ્યક્તિઓ, સંસ્થાઓ, વિવિધ દેશો વચ્ચે ભ્રમણ કરી વ્યસ્ત થઈ વિસ્તરવાની સાતત્યભરી તકો મળતી જ ગઈ – આ એક પ્રકારની આંતરિક બાહ્ય સ્વરૂપની વિકાસ પ્રક્રિયાના પરિણામે સાંપડેલી પરિતૃપ્તિમાંથી આ પ્રસન્નતા અવિર્ભાવ પામતી હશે ! તો શું, એમને કદીય વેદના, પીડા, સંતાપ, અનુભવવાનાં આવ્યાં જ નહિ હોય, એમ ? ના, છેક એવું નથી. પણ વેદના, પીડા, સંતાપ – વેગળાં મૂકી સ્વીકારેલાં કે આપદ્ધર્મમાં ગૂંથાઈ જવાથી થોડા ગંભીર થઈ જતાં છેલ્લી વાર મળ્યા ત્યારે જોયા: “બૅક પેઇન’ ‘ફંટમાં નહિવતું દેખાઈ આવતું હતું પણ એ બંનેને વિસારે પાડી વેગળાં કરી અટવાઈ પડેલા પીએચ.ડીના સંશોધકને આંગળી પકડી દોરી જવાની ક્રિયામાં સમય નિરર્થક વેડફાતો અનુભવ્યો નથી ! શ્રમ અને સૂઝથી ડગલે ને પગલે જીવનમાં સફળતાઓ સાંપડી છે. તેમાં પણ આ પ્રસન્નતાનાં મૂળ પડ્યાં હશે !
ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.” એમ કહે છે ત્યારે એમ સહેજે લાગે કે પૂરી ઊંઘ લેવા જેટલી તંદુરસ્તીના એઓ માલિક છે. ઉજાગરા વગર જાગતા રહી – એકેએક ધાર્યું કામ – એકધારું કામ કર્યે જવાની મનદુરસ્તીનાય એઓ માલિક છે.
ડૉ. કુમારપાળ દેસાઈ અનાકુલ દેસાઈ છે. એમના વ્યક્તિત્વમાં જે પ્રસન્નતા અને અનાકુલ સ્વસ્થતા છે તેની પાછળ પૃષ્ઠભૂમિ રૂપે રહેલી છે – એમની ધર્મ(કર્મ)સંવેદના. એનાં મૂળ દ્રવ્યો છે જૈન ધર્મપ્રેરિત અહિંસા અને અનેકાંતવાદ એ બંનેના એમના પ્રચારકાર્ય એમને દેશ-વિદેશની સીમાઓને વળોટી જવા પ્રેર્યા ! તેડું કે તેડાં આવે તેની તુમાખી નહિ ને ક્યાંક અવગણના અનુભવાય તો તેનો કોઈ અભાવ-અણસાર પણ નહિ. અહિંસાની ભાવના સ્થિર થવા પામી તે પૂર્વે પાંગરેલો કરુણાનો ભાવ “અપંગનાં ઓજસ' લખવા પ્રેરે છે. કરુણા ઊંડે ઊતરે તો ‘અપંગનાં ઓજસ' લખીને રહી ન શકાય – સહેજે અપંગનાં (ખૂટતાં) અંગ બની રહેવાની કર્તવ્યભાવના પણ પાંગરે. ધંધાદારી સમાજસેવક કહેવડાવવાનો જરીકે હરખ રાખ્યા વિના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુલભ હાર્ટ એન્ડ હેલ્થ કેર ફાઉન્ડેશન, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે કેન્દ્રસ્થ રહી જરૂરિયાતવાળાઓ પ્રત્યે પરીઘ પર વિસ્તરતા રહ્યા છે. એક સાથે જેનાં નામ ગણાવવાનુંય જરાક મુશ્કેલ બની રહે તેટલી નાનીમોટી ૨૮ (અઠ્ઠાવીસ) જેટલી સાહિત્ય, સમાજ, ધર્મ, કલ્યાણવિષયક સંસ્થાઓ સાથે પણ સક્રિય સંલગ્નતા દાખવી રહ્યા છે – કેટલાંક ધનનંદની' હૃદયઉદારતાથી હવે આ વિદ્યાચતુર' (હા, કુમારપાળ વિદ્યાચતુર પણ ખરા !) કોઈક કલ્યાણ-કાર્યની યોજના ઘડી રહ્યા છે – નિવૃત્તિ પછી વિશેષ પ્રવૃત્ત થવા માટે જ સ્તો !
એકાદ-બે કે પાંચ-સાત સંસ્થા સાથે સંકળાયેલા રહેવાના અનુભવે શીખવ્યું છે કે મુંડકે મુંડકે
28
અશ્વિન દેસાઈ