________________
જ્ઞાનની વાત કહું તો, આપણા આ સવાઈ અમિતાભ સાથે આપણા સંત અમિતાભજી યાદ આવી જાય ! સંતજી તો યાત્રાના શિખર ઉપર બિરાજે છે અને આપણા આ અમિતાભ એ જ યાત્રાના યાત્રી!
એવૉર્ડ અને માન-ચાંદની બાબતમાં પણ અમારા અમિતાભ સવાઈ જ, અમારા સવાઈ પાસે પદ્મશ્રી' છે.
અને સમજદારીમાં અમારા આ સવાઈ વધુ સમજદાર. એ કાંઈ કોઈ મિત્રતાની લાગણીમાં આવીને જ્યાંત્યાં ન ઝંપલાવી દે, કે ગણતરી કર્યા વગરની મહત્ત્વાકાંક્ષા સેવીને મુશ્કેલીઓનો પહાડ પોતાના માથે ન ખડકી નાખે ! એવું કર્યું હોત તો આપણા આ અમિતાભને પણ ‘ખજૂરાદર્શનનો પૂરો ચાન્સ હતો, તો વળી લાલબત્તીવાળી ગાડીમાં ફરતા થઈ જાત અને જવા દો. આપણા આ અમિતાભ એમ જલદી ખજૂર ખાવાની ઉતાવળ ના કરે, એ તો સાચા રાહની રાહ જોવામાં માને! કાળને ઓળખે તે જ્ઞાની ! નૌ તમ્ય નમઃ |
એટલે આપણા આ સવાઈનું જીવન સંઘર્ષનું નહિ, સમજણનું જીવન!
સમજદાર તો એવા કે અમારા ગુજરાતી સાહિત્ય જગતમાં એવું છે ને કે એક વખત જૈન સાહિત્યકારનું લેબલ લાગે એટલે મૂર્ધન્ય સાહિત્યકારો એમને સાહિત્યકાર માને જ નહિ, પછી ભલેને એમણે જીવનભર સાહિત્યનું સંશોધન કરીને લિપિઓ ઉકેલી હોય ! એટલે આપણા આ સવાઈએ સૌ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદનું મંત્રીપદ ગજવામાં મૂક્યું અને પરિષદને પ્રાણવાન બનાવી. વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં મેં એમને સઘન કાર્ય કરતા જોયા છે! ગુજરાતની કૉલેજો અને ગુજરાત યુનિવર્સિટી અને ભાષાસાહિત્યભવનના ફેલો, લેક્ટરર, પ્રોફેસર, અધ્યક્ષ, ડીન અને પીએચ.ડી.ના માર્ગદર્શક આપણા ડૉ. કુમારપાળ દેસાઈ! એટલે જેને સાહિત્યકારનું લેબલ લાગે એ પહેલાં ઘણાં લેબલો કારકિર્દીમાં વણી લીધાં! અને હજુ કદાચ કોઈ કાંઈ ખસેડે એ પહેલાં તો વિશ્વકોશ'નો વિરાટ હિમાલય એના ઉપર મૂકી દીધો ! આવી જાવ.
મારો એમનો પ્રથમ પરિચય ક્યારે થયો ? અમને બંનેને યાદ નથી. પૂ. કલ્યાણચંદ્રજી બાપાના સોનગઢ આશ્રમમાં થયો. જૈન સાહિત્ય સમારોહ યોજાયો, ત્યારે ત્યાં એમણે કહેલું કે પોતે નાના હતા ત્યારે પિતાશ્રી જયભિખુ સાથે ત્યાં આવે, ડેલા પાસે સાંજે પૂ. બાપા, પૂ. કારાણી સાહેબ અને પૂ. જયભિખ્ખજી સાથે છાપા-વાંચન ચાલે ત્યારે વિદ્યાર્થીઓ વૉલીબૉલ રમે ત્યારે એમાં બધા સાથે એ પણ રમવા ભળે, ત્યારે હું પણ ત્યાં હતો. મને શી ખબર કે અડધી ચડ્ડીવાળા આ કુમારપાળ મોટા થઈને આવા “ઝભાવાળા થઈ જશે !! ખબર હોત તો ત્યારે જ હું “ધબ્બો મારી દેતને !
213 ધનવંત શાહ