________________
સ્નેહનો અનુભવ જીવનમાં વિરલ વ્યક્તિઓ પાસેથી સાંપડે છે. મને, મારાં કુટુંબીજનો ઉપરાંત, જે થોડીક વ્યક્તિઓ પાસેથી આવો સ્નેહાનુભવ સાંપડ્યો તેમાં કુમારપાળ અગ્રણીઓમાંના એક છે. એટલે મારે મન એમના વ્યક્તિત્વની એ મધુર-શાંતપ્રસન્ન પ્રભા જ સૌથી આકર્ષક અને મૂલ્યવાન છે.
જોકે, એમની સ્નેહાભિવ્યક્તિ નિર્ભેળ નથી. એમાં એમનો મારા પ્રત્યેનો આદર સતત ઓગળેલો હોય છે! મારી વયકક્ષા એનું કારણ હોઈ શકે. પણ શું થાય?ન હું એ સમયગાળાને દૂર કરી શકું ન કુમારપાળના વિનયી સૌજન્યશીલ સ્વભાવને બદલી શકું ! એટલે હું તેમને મિત્રભાવથી જ પ્રમાણે છતાં તે મને સાદર સ્નેહથી જ પ્રમાણે તો મારે એટલું અંતર નભાવી લેવું જ રહ્યું! જોકે એમાંય આનંદ છે – નરવો આનંદ. હા, એમને મળવાનું થાય ત્યારે એમનો સ્નેહભાવ ભલે મમત્વપૂર્ણ લાગે, પણ એ મર્મવ' જ છે એવું સમજવાની ભૂલ ન કરું, કારણ કે આટલાં (અને કેટલાં બધાં !) વર્ષોથી એમના નિકટના પરિચયમાં હોઈ સમજી ગયો છું કે સ્નેહાળતા એમના વ્યક્તિત્વનો આગવો અંશ છે, અને સૌજન્ય એમના સ્વભાવની લાક્ષણિકતા છે. તથા એ બન્ને એમની પાસે એટલા અમેય પ્રમાણમાં છે કે એમના સમુદાર હૃદયને એમાં પણતા દાખવવાની જરૂર જ ન પડે. એટલે માનું છું કે જે અનુભવ – “મમત્વનો – મને થાય છે તેવો એમના નિકટસંબંધમાં આવનાર પ્રત્યેકને – અને એમ અનેકને થતો હશે ! એમના બહોળા સંબંધવર્તુળનું આ પણ રહસ્ય હોઈ શકે !
તેમ છતાં – મને મારા પૂરતો જે અનુભવ થાય છે તે ઓછો કે અપૂર્ણ — આંશિક – નથી હોતો, અશેષ લાગે છે, એ જ મારે મન મોટી મિરાત છે – મોટી અને મોંઘી.
કુમારપાળના બહોળા સંબંધવર્તુળના કારણમાં એમના વ્યક્તિત્વનો એક બીજો વિશેષ પણ કારણભૂત જણાય છે – મધુર સૌજન્ય ! એમના સૌજન્યમાં માધુર્ય હોય છે, તેમ માધુર્યમાં સૌજન્ય હોય છે. જેમની સાથે તે સાદર સંમત છે તેમને પહેલા પ્રકારનો અનુભવ થતો હશે, જ્યાં તે અસંમત હોય ત્યાં બીજા પ્રકારનો ! વ્યવહારદક્ષતાને નામે ઓળખાતો એમનો ગુણ વાસ્તવમાં સૌજન્ય છે. એ અસંમત હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું સાહસ ધરાવે છે, પણ એ અસંમતિને અનાઘાતક રીતે વ્યક્ત કરવાનું પણ તે જાણે છે. આથી તે ઉગ્ર વિરોધીઓને પણ દઢ છતાં મધુર રજૂઆતથી નિઃશસ્ત્ર કરી શકે છે. પરિણામે મમત્વ' “મમત'માં પરિણમતાં નથી અને અસંમતિ પણ “અવિરોધેન વ્યક્ત થઈ જતાં સામા સમસમી ન જતાં સમજી જાય છે!
કુમારપાળ સતત કર્મશીલ છે, અને સફળ પુરુષાર્થી છે. તેમની એ સફળતાનું મૂળ તેમની આ મધુર પ્રવૃત્તિમાં છે. જોકે, એ પુરુષાર્થોની સફળતાનું પ્રબળ કારણ તો તેમની નિષ્ઠા છે. તે જે કામ લે છે તે નિર્વાજ અને નિરંકુશ નિષ્ઠાથી નભાવે છે. આ નિષ્ઠા તેમને વ્યવહારની આવશ્યક મર્યાદાથી વધુ એવી મૂલ્યોમાં બાંધછોડ કરવા દેતી નથી, આથી જ તેમના સૌજન્યશીલ અને શાંત
271 વિનોદ અધ્વર્યુ