________________
સાડાચાર દાયકાની દોસ્તી
અશવન્ત મહેતા
છેક ૧૯૫૯માં કુમારભાઈને મેટ્રિક્યુલેશન
પરીક્ષામાં પાસ થયાનો તાર એમને મોસાળ રાણપુર પ્રતિ કરેલો ત્યારથી આજ સુધીના ૪૫ વર્ષોનાં સંબંધ, અનુભવ અને સમગ્ર છાપ પંદર દિવસથી પણ ઓછા સમયગાળામાં લખી આપવાનું મહામુશ્કેલ છે. ખાસ કરીને એ સંજોગોમાં કે જ્યારે ક્ષેત્રસંન્યાસ હજુ ન લીધો હોય અને છતાં, જેમને પરસ્પર સંવાદમાં તો ‘અલ્યા કુમાર’ કહીને સંબોધવા જેટલી આત્મીયતા છે, જેના નામે મારી સેંકડો વાર્તાઓના નાયકનું નામ 'કુમાર' છે, જેની મૈત્રીના માનમાં મારા પુત્રનું નામ પણ કુમાર છે, એ કુમારપાળ દેસાઈ વિશે પુસ્તક પ્રગટ થાય અને એમાં મારી હાજરી ન હોય એ પણ કેવી રીતે કલ્પી શકાય ! કુમારપાળ વિશે તો અવકાશ મળ્યે ઘણું ઘણું લખવાનું હોય.
૧૯૫૯ના ઉનાળામાં મુ. પ્રા. સુરેન્દ્રભાઈ કાપડિયાની ભલામણથી મને ‘ગુજરાત સમાચાર' સંસ્થામાં નોકરી મળી. એ જ ઉનાળે કુમારપાળે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપેલી. એમનો પરીક્ષાર્થીક્રમાંક સુરેન્દ્રભાઈ પાસે હતો. એ દિવસમાં મેટ્રિક્યુલેશનનું પરિણામ પ્રથમ અખબારો પર આવતું. એમાં કુમારપાળને પાસ થયેલ જોઈને સુરેન્દ્રભાઈએ મને જીપીઓ પર મોકલીને હરખનો તાર કરાવેલો.
બસ, એ દિવસથી આજ સુધી એ મારા તરફદાર રહ્યા છે અને હું એમનો. શરૂઆતની જિંદગીમાં એ મારા કરતાં સમૃદ્ધ. (આજે પણ એમ જ
268