________________
"
*
કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
લગભગ સાડા ચાર દાયકા પહેલાં સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાંથી ઉત્તીર્ણ થઈને સાવ અમસ્તો જ – નિરુદ્દેશે અમદાવાદ આવ્યો ત્યારે શહેર અને ગામના મિશ્રણસમું અમદાવાદ પહેલી જ નજરે ગમી ગયું હતું. શહેરનો માહોલ નખશિખ ઐતિહાસિક. એક તરફ મિનારાઓથી શોભિત ગુંબજવાળી મસ્જિદો, હઠીભાઈની વાડી જેવાં સુંદર કલામય જિનાલય, સાંકડી પણ ધબકતી પોળો, લાકડાની કોતરણીવાળી હવેલીઓ અને બીજી તરફ હજી અણવિકસેલા એલિસબ્રિજ વિસ્તારમાં ક્યાંક પાકા, ક્યાંક અધકચરા તો ક્યાંક ધૂળિયા રસ્તા. મકાનો ખાસ બંધાયેલાં નહીં – વસ્તી પણ ઓછી - સોસાયટી વિસ્તારના બંગલાઓના આંગણમાં મોર આવે અને આંબાવાડિયામાં કોયલો ટહુકે... આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર – જગન્નાથ મંદિરના હાથીઓની સાથે ઊંટો, ઊંટગાડીઓ, વણઝારાઓ, ગધેડા પર માટી લાવતાં ઓડ કુટુંબો, રબારીરબારણો, ગાયો-ભેંસો વગેરે સાથેની પ્રાકૃતિક દશ્યાવલિઓ જોઈને મન પ્રસન્ન થઈ ગયું, મનોમન જાણે અમદાવાદમાં જ સ્થિર થવાનો નિરધાર કરી લીધો. અહીં જાણે ગુજરાતનો–ગુજરાતી પણાનો ધબકાર સંભળાતો હતો.
ભણીગણીને ઊતરેલા – કારકિર્દીના ઉંબરે પગ મૂકવા તૈયાર થયેલા મને આ ભૂમિમાં સ્થિર થવાનું મન તો થઈ ગયું પણ મારા માટે મૂંઝવણ તો હતી જ – કે અહીં રહેવું તો છે પણ ક્યાં – કેવી
૨જ ની વાર
249