________________
- પાછો તમેની સપાટી ઉપર આવી ગયો. આનો છૂપો રંજ અમારા બંનેના પક્ષે છે એવી મને પ્રતીતિ છે.
આમ હોવાથી કુમારપાળ મારા નિકટના મિત્ર હોવા છતાં વારંવારના સાન્નિધ્યસહવાસથી જ જેની પ્રાપ્તિ થાય એવી કોઈ મૂલ્યવાન યાદગીરીઓ લખવા જેટલી સામગ્રી મારી પાસે નથી.
મારા કૉલેજકાળના સહાધ્યાયી મિત્ર યાસિન દલાલના એ પરમ મિત્ર એટલે રાજકોટમાં એને ત્યાં બે-ચાર અલપઝલપ મુલાકાતો થઈ અને એ પછી અમદાવાદ આવીને રહેવાનું મારે ૧૯૮૬માં થયું ત્યારે પણ વખતોવખત મળવાનું બન્યું. એક વાર પાલિતાણા પાસેના વાળુકડ ગામની એક સંસ્થાની મુલાકાતે તેમની સાથે જોડાવાનું એમનું મને નિમંત્રણ મળ્યું ત્યારે મને જરા નવાઈ લાગી હતી. પણ પછી મને સમજાયું કે એ એમના પ્રેમાળ વ્યક્તિત્વ સાથે સુસંગત એવી ચેષ્ટા હતી. એમના મનના એક ખૂણામાં હું નોંધપાત્ર સ્થાને હતો. એની મને ખાતરી થઈ. એમની સાથેના મોટી કારના એ પ્રવાસમાં હું અને મારી પત્ની, વાર્તાકાર તરુલતા દવે ઉપરાંત ચિંતક શ્રી ગુણવંત શાહ, વાસુદેવ મહેતા જેવા મહાનુભાવો પણ હતાં. ભાવનગરમાં જૈન શ્રેષ્ઠી અને સમાજસેવક મનુભાઈ શેઠને ત્યાં અમે બપોરના થોડા કલાક રોકાયાં ત્યારે મેં જોયું કે કુમારપાળ બિલકુલ સહજભાવે એ પરિવારના એક અંતરંગ સભ્યની જેમ અમારી આગતા-સ્વાગતા કરતા હતા. એ ખુદ મહેમાન હોવા છતાં પાકા યજમાન બની ગયા હતા. આ પછી અમે સાથે જ નિર્ધારિત પ્રવાસ ખેડ્યો અને મને એમની મુલામીયતનો પરિચય થયો – થવા માંડ્યો.
એ પછી અનેક નાનામોટા પ્રસંગોએ અમે મળતા રહ્યા છીએ. પણ સાન્નિધ્યના બહુ પ્રસંગો પડ્યા નથી. એક વાર એમને કોઈ સંસ્થા વતી પ્રકાશન કરવા માટે મારા તરફથી કોઈ નવા જ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈતી હતી. મેં થોડી આનાકાની કરી અને કહ્યું કે હું આર. આર. શેઠની કંપની સાથે કરારથી જોડાયો છું. એમણે હસીને આગ્રહ જારી રાખ્યો અને કહ્યું કે તેઓ આર. આર. શેઠની કંપની સાથે વાત કરી લેશે. એ બોલ્યા તે વખતે એમના શબ્દોમાં, એમના ધ્વનિમાં જે ગરવાઈ વરતાતી હતી તે મને સ્પર્શી ગઈ હતી. અલબત્ત, પછી એ પ્રોજેક્ટ અમલમાં ન આવ્યો, પણ એ વાત અહીં પ્રસ્તુત નથી.
આ પછી પણ અવારનવાર અમે મળતા રહ્યા છીએ. ક્વચિત્ ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીમાં, વિનોદ ભટ્ટના પ્રમુખપદ વખતે હું રઘુવીરભાઈના નિમંત્રણથી જતો ત્યારે એક બાબત પરત્વે કુમારપાળની સ્થિતપ્રજ્ઞતા જોઈને “હું ય આવો હોઉં તો ! તેવી ભાવના થઈ આવતી. ગુજરાત સાહિત્યસભાની બહુ થોડા સભ્યોની મિટિંગમાં તો એમના એ ગુણનો સતત પરિચય થતો રહ્યો અને તે એ કે સામી વ્યક્તિ તેમની કોઈ વાતનો પ્રતિવાદ કરતી હોય તો પણ
259
રજનીકુમાર પંડયા