________________
સૌમ્ય સંતુલિત
વ્યક્તિત્વ
તમારપાળ દેસાઈ મારા મિત્ર છે.” આટલું કહીએ તો બસ કહેવાય. પછી “સારા”, “ઘણા સારા', ખાસ”, “જૂના” એવાં વિશેષણો મિત્ર આગળ લગાડી શકાય. પણ તેનો બહુ અર્થ નથી. મિત્ર એટલે મિત્ર. મૈત્રીનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. બધા માનવ-સંબંધોમાં મૈત્રીસંબંધ સૌથી ઊંચો અને ઊંડો છે. વળી એ શ્રેષ્ઠકર સંબંધ છે. કારણ કે મિત્રો પરસ્પરને જેવા કામ આવે છે તેવા કોઈ બીજા ભાગ્યે જ કામ આવે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવાયું છે કે “A friend in deed is a friend indeed.' 3 4.g šaud કામ આવે એ મિત્ર નહીં, મિત્રો હોય તે વખતે કામ આવે. કોઈ કોઈને કામ લાગે કે સહાયભૂત થાય તેનો આધાર ઋણાનુબંધ પર છે. એટલે મિત્રોએ મને કરેલી મદદ બાજુએ રાખીએ તોય મિત્રો પાસેથી પુષ્કળ પ્રેમ-સદ્ભાવ પ્રાપ્ત થયેલો છે તે હકીકત છે. જીવનની એ મૂલ્યવાન ઉપલબ્ધિ છે. એથી હું ઘણી વાર કહું છું કે મને મિત્રો ભાઈઓ જેવા અને ભાઈઓ મિત્રો જોવા મળ્યા છે.” એ કદાચ મારી નિયતિ છે.
- મિત્ર છે એમ કહીએ ત્યારે તે કેમ, કેવી રીતે, અને કેવા. એવા પ્રશ્નો ઉદ્ભવે. અને એ પ્રશ્નો અંગે આપણે કારણો, નિમિત્તો, સંજોગો શોધવાં પડે. કુમારપાળ સાથેની મારી મૈત્રીનું કારણ સાહિત્ય – સાહિત્યનું સર્જન, અધ્યયન અને અધ્યાપન નિમિત્ત નવગુજરાત કૉલેજ અને સંજોગ મારું ત્યાં એમ.એ. ગુજરાતીના વર્ગોમાં વ્યાખ્યાનો આપવા જવું. એથી
હેમંત દેસાઈ
261