________________
અમારી મુલાકાતો વધી અને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા. બાકી તો એ પહેલાં અમે વારંવાર મળી ચૂક્યા હતા.
કોણ જાણે કેમ અમદાવાદની નવગુજરાત કોલેજ સાથે મારે ઘણી અને ભારે લેણદેણ રહી છે. કૉલેજમાંથી વિસ્તરીને અનેક કૉલેજોનું સંકુલ બનેલી એ સંસ્થાના અધ્યાપકો, આચાર્યો અને સંચાલક સુધ્ધાં સાથે મારે સંબંધ થયો. આખી વાત રસ પડે એવી છે. તેની થોડીક વિગત અહીં આપવી જરૂરી સમજું છું. નવગુજરાત કૉલેજની સ્થાપના થઈ ત્યારે હું એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. મારી કોલેજના આદર્શવાદી અને સિદ્ધાંતનિષ્ઠ આચાર્ય પુરુષોત્તમ ગ. માવલંકરે વિદ્યાકીય મૂલ્યને લક્ષીને સવારની કૉલેજને બપોરની કરી અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. ઘણી ઘટી ગઈ. કેટલાંક તો નવી નવગુજરાત કૉલેજમાં જ ગયાં. અમારી કૉલેજનો સમય બપોરનો બદલીને ફરી સવારનો કરવા બાબતે સંચાલકમંડળ સાથે સંઘર્ષ થતાં આચાર્ય શ્રી માવલંકર ૧૯૬૮માં રાજીનામું આપ્યું અને બીજે જ વર્ષે હું પણ ત્યાંથી છૂટો થઈને સાબરમતી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયો. એ પછી વિશેષ રૂપે નવગુજરાત કૉલેજના અધ્યાપકો સાથે સંપર્ક થવા લાગ્યો. જોકે અમુક અંશે એનો પ્રારંભ એ પહેલાં થયો હતો. નવગુજરાત કોલેજના પ્રા. જશુભાઈ ઠક્કર અને હું પાસપાસેની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અમારી મૈત્રી બંધાઈ અને મેત્રીનો એ દોર આચાર્યશ્રી ઇન્દુભાઈ દવે અને આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ સુધી લંબાયો.
૧૯૭૯માં મારે અનિશ્ચિત અને આકસ્મિક એવું સાબરમતી કૉલેજનું આચાર્યપદ સંભાળવાનું આવ્યું. ત્યારે એ આકરી જવાબદારીની સાથોસાથ આચાર્યશ્રી ઇન્દુભાઈના આગ્રહને લીધે નવગુજરાત કૉલેજમાં એમ.એ.ના વર્ગોના મુલાકાતી પ્રાધ્યાપક થવાનું બન્યું. ૧૯૮૩માં સાબરમતી કૉલેજ છોડીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)માં જોડાયો ત્યાં સુધી એ સિલસિલો ચાલુ રહ્યો. પરિણામે કુમારપાળ સહિત અનેક અધ્યાપકમિત્રો સાંપડ્યા. કેટલીક વિદ્યાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં આયોજન-પ્રવર્તન અંગે ત્યારે આચાર્યશ્રી એમ. સી. શાહને પણ વારંવાર મળવાનું થયું તે પ્રાધ્યાપક બબાભાઈ પટેલને કારણે. અને સંબંધ વધ્યો. શ્રી શાહેસાહેબે સદ્ભાવપૂર્વક ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારો પણ વિદાય સમારંભ એમની સંસ્થામાં યોજ્યો હતો. યોગાનુયોગ કુમારપાળનો અને મારો અનુક્રમે ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ એક જ વર્ષે થયો. અલબત્ત, લેખક અને અધ્યાપક તરીકે સતત ત્વરિત ગતિએ વિકસતા રહેલા કુમારપાળ મારી પહેલાં યુનિવર્સિટીમાં જોડાયા. હું ૧૯૮૩ના માર્ચની પહેલી તારીખે અને કુમારપાળ ફેબ્રુઆરીની પહેલી તારીખે એટલે મારાથી એક મહિના પહેલાં એ જોડાયા.
અમારી બંનેની યુનિવર્સિટીમાં નિમણૂકની પ્રક્રિયા લગભગ સમાંતરે ચાલતી હતી. અગાઉ
262 સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ