________________
લેશમાત્ર ઉશ્કેરાટ, આકળાપણું તો એક તરફપણ બોલી લે, પછી તને બરોબરનો જવાબ દઉં છું તેવી છૂપી લિપિ એમના ચહેરા ઉપર કદી ના વંચાતી, એનો સીધો અર્થ એટલો જ કે સામેની વ્યક્તિની વાત, પ્રતિવાદ કરવા માટે નહીં, દિમાગમાં ઉતારીને, સાચી લાગે તો સ્વીકારવાની તેમની તત્પરતા સતત રહી છે. આના કારણે કદી તેમની કોઈ સાથે બાખડમાં આવવાનું બન્યું નથી. (તેવી મારી જાણ છે.)
મે, ૨૦૦૨માં હું હરદ્વાર.ઉત્તરાંચલના પ્રવાસે હતો અને મારા ભાણા ચંદ્રશે મને મિત્ર યાસીન દલાલને નડેલા ભયંકર અકસ્માતના સમાચાર મધરાતે બાર-સાડાબાર વાગ્યે ટેલિફોનમાં આપ્યા. હું સ્તબ્ધ થઈ ગયો, બલકે હતપ્રભ થઈ ગયો. મેં જેવી એને યાસીનની સારવારમાં કોઈ કચાશ ન રાખવાની સૂચનાઓ આપવા માંડી કે તેણે તરત જ જે વાક્ય કહ્યું કે આ હતું: યાસીનમામાને અમદાવાદ વી.એસ.માં લાવવામાં આવ્યા ત્યારે મારા પછી તરત જ આવી પહોંચનાર કુમારપાળ દેસાઈ હતા.”
એનું આ વાક્ય સાંભળીને મને થોડી શાતા વળી હતી. હરિદ્વારથી ઊડીને અમદાવાદ પહોંચી જવાની મારી જે અદમ્ય ઇચ્છા હતી તેને થોડી બ્રેક લાગી. મારા પ્રતિનિધિ જેવો ચંદ્રશ તો હતો જ, પણ સમગ્ર મિત્રવર્તુળના સમર્થ પ્રતિનિધિ જેવા કુમારપાળ પણ હતા. હતા એટલે ? અમદાવાદમાં હતા. નહીં તો એ પાસપોર્ટની પાંખે દુનિયાના આકાશમાં ક્યાંના ક્યાં ઉડ્ડયન કરતા હોય.
અને યાસીનની જીવલેણ સાબિત થઈ શકે તેવી આ ગંભીર કટોકટીમાં કુમારપાળની સેવા અનન્ય રહી.
ઉમદા, હસમુખ અને ઉદારચરિત કુમારપાળ વિશે મારા મનમાં જે ઉજ્વળ છબી છે તે યત્કિંચિત્ આલેખવાનો મેં થોડો પ્રયત્ન કર્યો છે.
તેમને અનેક અનેક શુભ કામનાઓ.
260
જેટલું મને મળ્યું, તેટલું ઉત્તમ છે