________________
કહ્યું છે તેમ એ ‘હળવા કર્મના’ જૈનદર્શને પ્રબોધેલ ‘હળુ કરમી’ જીવ રહ્યા. આ નમ્રતાએ, આ સોજન્યે તેમને વિકસિત થવામાં યારી આપી. ઉમાશંકરભાઈ, યશવંતભાઈ, ધીરુભાઈ, નગીનદાસ પારેખ, પં. બહેચરદાસજી, ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. પ્રબોધ પંડિત, પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જેવાના એ પ્રીતિભાજન બની રહ્યા.
પાંચેક વર્ષ પહેલાં ભાવનગરની એક જૈન યુવક સંસ્થાએ તેમનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજ્યો. સાથે પ્રા. ડૉ. મહેબૂબ દેસાઈ અને મને પણ સાંકળ્યા, ત્યારે ઠીક ઠીક વખત એક મંચ પર બેસવાનું બન્યું છે તેમ, તે વખતે પણ બન્યું, ને તે વખતે ભાવનગરના જૈન અગ્રણીઓ, પ્રા. તખ્તસિંહ પરમાર વિશે જે નિખાલસતાથી વાત કરે તેના કરતાં વધારે નિખાલસતાથી કુમારપાળે વાત કરી. દાદાસાહેબ જૈન દેરાસરમાં કે અન્યત્ર એ બોલવાના હોય, ત્યારે મને એમને સાંભળવાનું ગમતું હોવાથી, હું પણ જાઉં ને પ્રવચનને અંતે એ નમીને મળે.
વિદ્યાર્થીઓની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મને રસ એટલે એમની ખેલજગત’ કટાર, ઈંટ અને ઇમારત' કે અન્ય તો ગમે જ, મને ખૂબ ગમે, આશ્ચર્ય થાય, આનંદ થાય, વીગત-ખચિત પ્રમાણભૂત લખાણ વાંચવાથી ‘અપંગનાં ઓજસ’ મને ખૂબ ગમેલું.
મને એક વાતની ખાસ નોંધ લેવાનું મન થાય છે. મને લાગ્યા કર્યું છે કે જેનો પોતાના ધર્મના નીતિ-નિયમો પાળવામાં, દેરાસર જવામાં, ચુસ્ત હોવામાં, લગભગ મુસલમાન ભાઈ-બહેનો જેવા જ આગ્રહી હોય છે. અનેકાન્તવાદના તત્ત્વજ્ઞાનનું ઠીક ઠીક વિસ્મરણ થતું હોય છે; સંભવ છે કે મારી ક્યાંક સમજફેર હોય, સંભવ છે કે જૈન મતાવલંબીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી એમ ક૨વાનું જરૂરી બન્યું હોય; પણ, કુમારપાળમાં મને મતાંધતા, જડતા દેખાઈ નથી. દેશ-વિદેશમાં વ૨સો-વ૨સ જૈનદર્શન અંગે પ્રવચનો કરતાં જૈનદર્શનમાં જે ઉદારતાની વૃત્તિ છે; એની જે અહિંસાની વિચારણા છે; એ કાયરનો નહિ પણ વી૨નો ધર્મ છે; તે ખ્યાલ કુમારપાળે બરાબર ઉપસાવ્યો છે; કદાચ એ જગત-નાગરિકની કોટિએ પહોંચ્યા છે. નિગ્રંથ સ્થિતિને ભગવાન મહાવીરે બહુમૂલ્ય ગણાવી છે, આવી ગાંઠ વગરની નિગ્રંથવૃત્તિ કુમારપાળમાં સાચા પ્રમાણમાં જોવા મળે છે. એવી વીરની નિગ્રંથવૃત્તિ એમનામાં વિકસતી રહી ધર્મના તત્ત્વનું સર્વધર્મ સમભાવનું એ બરાબર આકલન કરે; એ શતાયુ બને, નિરામય રહે, સપરિવાર કુશળ રહે, એમનાં માન-સન્માન થતાં રહે, એ ઝિલાતાં રહે, એનાં સાંભળનાર મતાંધતાથી મુક્ત થતાં રહે, એમનાં સંપાદન-સર્જન-વિવેચન દ્વારા માનવતા એ પ્રબોધતા રહે, અને જે માન-સન્માન; ઇનામ-અકરામ-ખિતાબ એમને પ્રાપ્ત થયાં છે તેમાં અનેકગણો વધારો થાય, ને કુમારપાળના મુખ પરનું સ્મિત, એમનું સૌજન્ય એવાં ને એવાં અકબંધ રહે; ગુજરાત-ભારત તેમનાં પ્રદાનથી ગૌરવાન્વિત બને તેવી શુભકામનાઓ.
આટલા શબ્દો લખવાની, કુમારપાળનું સ્મરણ કરવાની મને તક આપી તે માટે આયોજકોનો આભાર !
257
તખ્તસિંહ પરમાર