________________
રવી
ગાંઠ વગરની નિર્ચથવૃત્તિ
પ્રા. ડૉ. કુમારપાળ દેસાઈને સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ અને સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ ૨૦૦૪ના પ્રજાસત્તાક દિવસે ભારત સરકાર તરફથી પાશ્રીના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. આવી નવાજેશના અન્ય અધિકારીઓ પણ શ્રી કે. કા. શાસ્ત્રી, દર્શક અને દુલા ભાયા કાગ જેવાં ગુજરાત-રત્નો છે. આ મહાનુભાવોની સામે કુમારપાળની તુલના કરવાનો ઉપક્રમ, કેટલાંક દેખીતાં સામ્યો હોવા છતાં, ન હોઈ શકે; કારણ કે તુલના હંમેશાં જોખમી છે. સાહિત્યના બાલસાહિત્ય, જીવનચરિત્ર, ચિંતન, વિવેચન, સંપાદન, સામયિકોની કટારો, જૈન ધર્મ-ચિંતન-પ્રસાર ક્ષેત્રે એમનું પ્રદાન, સંસ્થાકીય કાર્યો, અધ્યાપન, યુનિવર્સિટીનાં સત્તામંડળોમાં એમણે કરેલું પ્રદાન વિશે સ્નેહીઓ, આપણો હરખ પ્રદર્શિત કરવા તેમને અર્પણ કરવા હારેલા આ અભિનંદ-ગ્રંશમાં અનેક ભાઈ-બહેનો લખશે. મને તો વિદ્યાર્થી તરીકેના કુમારપાળ વિશેના મારા પ્રતિભાવ' અને “એ પછીના મારા અનુભવ’ વિશે લખવાનું સૂચવવામાં આવ્યું છે. આ સૂચનામાં ભાઈ કુમારપાળ મારા વિદ્યાર્થી તરીકે સુદીર્ઘ સમય રહ્યા હોય એવું સહેજે ગૃહીત કરવામાં આવ્યું હશે.
કુમારપાળના પિતાશ્રી બાલાભાઈ દેસાઈ જયભિખ્ખને હું ઉત્સાહી વાચક હોવાને કારણે છેક ૧૯૩૯થી જાણું. એમની “લીલો સાંઠો' જેવી વાર્તા
તખ્તસિંહ પરમાર
255