________________
ચૂક્યા જ હતા, પરંતુ હજી બીજાં બે ક્ષેત્રો તેમની ક્ષમતામાંથી રસ-કસ ખેંચવા આતુર હતાં. તેમાંનું એક સાહિત્ય પરિષદ-સાહિત્ય અકાદમીનું ક્ષેત્ર અને બીજું જૈન ધર્મદર્શન–ચિંતન અને તેનો પ્રસાર.
શિક્ષણ, સાહિત્યલેખન અને પત્રકારત્વ ક્ષેત્રે તેમના અવિરત પ્રદાન ઉપરાંત તેમનામાં સુષુપ્ત એવી વહીવટી દક્ષતાને કામે લગાડવાનું હજી બાકી હતું. ૧૯૭૯માં તેઓ રઘુવીર ચૌધરી સાથે સાહિત્ય પરિષદમાં મંત્રી બન્યા. લગાતાર ત્રણ ટર્મ – પૂરાં છ વર્ષ સુધી મંત્રીપદ સંભાળી નમૂનેદાર કામગીરી કરી. એ દરમ્યાન જ – એક જમાનામાં એચ. કે. કૉલેજના એક ખંડમાં ચાલતી ગુજરાતી સાહિત્ય પરિષદની ઓફિસ ખસીને સાબરને તીરે ભવ્ય ભવનમાં ગોઠવાઈ. ૧૯૦૫માં શરૂ થયેલી સાહિત્ય પરિષદને તેને શોભે તેવું સુંદર ભવન મળ્યું. તેમાં તત્કાલીન બંને મંત્રીઓનો સિંહફાળો હતો. આ માટે નાણાં–ધન મેળવવાં, તેને સુયોગ્ય વહીવટ કરી આવડી મોટી ઇમારત બાંધવી અને તે પણ નકારાત્મક વલણ ધરાવતા શુભેચ્છકો અને ઈર્ષાળુઓની ટીકાટિપ્પણનો સામનો કરી – તે કપરું કામ હતું. પણ તેમણે એ પાર પાડ્યું. પરિષદના મંત્રીપદ પછી કુમારપાળ ૧૯૯૮માં ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયા. તેમની ટર્મ દરમ્યાન પ્રમુખ શ્રી ભોળાભાઈ સાથે રહી અનેક કાર્યક્રમો કરી અકાદમીને જાગતી કરી. અનેક પ્રકાશનો કર્યા - ઇનામવિતરણના અને ગૌરવ-પુરસ્કારના જાહેર કાર્યક્રમો યોજી તેને જીવંત અને ગર્વીલા બનાવ્યા.
તેમની વહીવટી દક્ષતાનું એક મહત્ત્વનું સુફળ એટલે ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ શ્રેણીનું પ્રકાશન. વિશ્વકોશના પ્રમુખ સંપાદક આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરના જમણા હાથ બની સંપાદનકાર્ય, પ્રોડક્શન, વેચાણ અને આ ઉપરાંત તેને માટે નાણાંની જોગવાઈ જેવાં કપરાં કાર્યો તેમણે અત્યંત કુશળતાપૂર્વક પાર પાડ્યાં છે – પાડી રહ્યા છે. તેમના જ પ્રયત્નોથી આ મહાઅભિયાન માટે જમીન-સંપાદનનું કામ થયું અને ઇમારતનું બાંધકામ પણ થઈ રહ્યું છે. સામાજિક-શિક્ષણ અને જ્ઞાન-સંપાદનક્ષેત્રે આ અભિયાન ગુજરાતની પ્રજા માટે ઉપકારક બની રહેશે તેમાં શંકા નથી.
- પિતા જયભિ સાહિત્યકાર હોવા સાથે ધર્મમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. એમના સાહિત્યમાં ધર્મ-અધ્યાત્મનો સ્પર્શ રહેલો. તેમનું અધૂરું કાર્ય પૂરું કરવાનું કામ પણ તેમણે આગળ ચલાવ્યું. ધર્મવિષયક લેખનની સાથે-સાથે પ્રવચનો કરતા થયા. અને તે સરવાણી ગુજરાતમાં, દેશમાં અને ત્યાંથી વિસ્તરી પરદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી ફેલાઈ. વર્ષો પહેલાંથી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે તેમનું નામ અગાઉથી નક્કી થઈ જતું હોય છે. એમનો પાસપોર્ટ વિદેશપ્રધાનના પાસપોર્ટ જેટલો સિક્ક-મસ્યો હશે ! સુંદર, ભાવનાપ્રધાન અને અસરકારક
253 રજની વ્યાસ