________________
નવોદિતોને ઉત્તેજન આપવામાં અગ્રેસર એવા જયભિખ્ખું ભડભાદર હતા. માતા-પિતાના સગુણો સંતાનોમાં ઊતરે જ તેવું હંમેશાં બનતું નથી. પણ આ એક વિરલ ઘટના છે કે કુમારપાળમાં માતા-પિતાના સદ્ગણો સોળે આની નહીં પણ વિસે આની ઊતર્યા છે. જયાબહેન ખૂબ જ માયાળુ – પ્રેમાળ, વાત્સલ્યથી સભર અને આતિથ્થભાવથી ભરપૂર; તો બાલાભાઈ નિખાલસ, નિર્મળ અને સહૃદય સર્જક અને માણસભૂખ્યા. મિત્રમંડળ બહોળું – વૈવિધ્યભર્યું. ઉપર કહ્યું છે તેમ કુમારપાળ તેમનાં માતા-પિતાનો સંસ્કારવારસો માત્ર ઝીલીને અટક્યા નહીં પરંતુ તેને વિસ્તાર્યો.
બાલાભાઈનું અવસાન થયું (૧૯૬૯) ત્યાં સુધી તો કુમારપાળનો પરિચય આછોપાતળો જ રહ્યો, કારણ કે તે સમયે તેમનો અભ્યાસકાળ હતો. આ કિશોર પિતાના સંબંધો જાળવી રાખશે બલ્લે તેને વધુ આત્મીયતાથી વિસ્તારશે તેવી તો તે વખતે કલ્પના પણ નહીં કરેલી. પરંતુ આછા પરિચયમાં પણ એક ઘેરી છાપ માતા-પિતાના એક આજ્ઞાંકિત પુત્ર તરીકે તો પડેલી જ.
કુમારપાળનો પરિચય થતો ગયો ત્યારે મહદંશે તે સ્પૉસના વિષય પર જ લખતા. ગુજરાત સમાચાર' જેવા પત્રમાં તેમના લેખનની – પ્રકાશનની શરૂઆત થવાથી તેમને કારકિર્દીના આરંભથી જ પ્રસિદ્ધિ મેળવી શરૂ થઈ ગઈ. દરમિયાનમાં એમની કૉલેજયુનિવર્સિટીની કારકિર્દી પણ ઘણી જ તેજસ્વી હતી. કુમારપાળે ‘આનંદઘન ઉપર પીએચ.ડી. કર્યું હતું. તેમના સુંદર અક્ષરોમાં લખાયેલી સંશોધન-પ્રતને થોડાં આલેખનોથી મેં સુશોભિત કરી હતી. તે નિમિત્તથી નજીક આવવાના સંજોગો સાંપડતા ગયા.
બાલાભાઈના આકસ્મિક અવસાનથી એમના કુટુંબ પર વજઘાત થયો. હજી તો યૌવનના - જીવનના ઉંબરે માંડ ડગ દીધાં ત્યાં કુટુંબની મોટી જવાબદારી આવી પડી. કૉલેજમાં નોકરીની તો શરૂઆત થઈ ગઈ હતી. કુમારપાળ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. એટલે આમ જોઈએ તો કુટુંબ નાનકડું કહેવાય. ઘરનું ઘર તો હતું જ, આર્થિક મૂંઝવણ એ રીતે ન ગણાય- છતાં ગણાય એવી વાસ્તવિકતા હતી. કારણ કે ઘેર એક જ દીકરો હોવા છતાં બાલાભાઈ – જયાબહેનના પિતરાઈઓ – કુટુંબીજનોનું બહોળું કુટુંબ. સ્નેહસંબંધો અને આવરોજાવરો પણ એવો કે ઘર સદાય ભરેલું હોય. અમદાવાદમાંથી ને “દેશમાંથીય મહેમાનો આવે. રાતવાસો કરે, રહે, જમે એવા સંબંધો. મિત્રમંડળ પણ મોટું, આ રીતે કુમારપાળ પર માતાપિતાનું આ રજવાડું ચલાવવાની જવાબદારી આવી પડી. સામાન્ય રીતે પિતાની વિદાય પછી વખત વીતતાં તેમના કૌટુંબિક સંબંધો – વહેવારો ઓછાં થવા લાગે છે, પણ સંબંધો બાંધવાની, સાચવવાની, નિભાવવાની, આત્મીય કરવાની અને વિસ્તારવાની પિતાની કળા ગળથુથીમાં સહજ રીતે કુમારપાળે પીધી હોય તેમ એ વારસો જાળવવાનો આયાસ કરવો પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી.
25 રજની વ્યાસ