________________
રીતે ? જેમની આંગળી પકડી અમદાવાદના આંગણામાં ફરી રહ્યો હતો તે મારા ગુરુ સમા કલાકાર ભીખુભાઈ આચાર્યને વાત કરી – તો કહે : ચાલો, તમને થોડા પરિચય કરાવું.
બીજા દિવસની સાંજે એમની સાથે અમે એક નાનકડા બંગલા પાસે આવ્યા. અજબ દૃશ્ય જોયું. ત્રણ-ચાર ખાટલા ઢાળી પિસ્તાળીસ-પચાસની ઉંમરના ચાર-છ જણા હસી-મજાક કરતાં, વાતો કરતા હતા. અમે એ મહેફિલમાં દાખલ થયા ત્યાં જ જાડા ચશ્માં પહેરેલા, જરા શામળા પણ આખાય ડાયરાના કેન્દ્ર સમા એક જણે આવકાર આપ્યો : આવો આવો ભીખુભાઈ, આવો. અમે પણ એક ખાટલામાં ગોઠવાયા. આવકાર આપનારની ભીખુભાઈએ મને ઓળખાણ કરાવી : ‘આ જયભિખ્ખું. પણ અમારા તો બાલાભાઈ.' અને પછી જયભિખ્ખુએ ડાયરાના બીજાઓની ઓળખાણ આપી. આ જગન મહેતા ફોટોગ્રાફર, આ ચિત્રકાર છગનલાલ જાદવ, આ મનુભાઈ જોધાણી – સ્ત્રીજીવનના તંત્રી... અને આ કનુભાઈ – કલાકાર કનુ દેસાઈ ! પછી બૂમ પાડી ઃ ‘અરે કુમાર.....'
:
પંદરેક વર્ષનો નમણા ચહેરાવાળો, પણ આંખમાં ચમકવાળો એક કિશોર બહાર આવ્યો. તારાં બાને કહે કે મહેમાનો માટે ચા-નાસ્તો મોકલે.’ કુમાર એટલે પદ્મશ્રી કુમારપાળનું એ પ્રથમ દર્શન – પરિચય. જેમનો પરિચય કરાવ્યો એ બધાં નામો મારે માટે ક્યાં અજાણ્યાં હતાં ? આજે સન્મુખ સગી આંખે જોયા એટલું જ. આકાશમાંથી અંધારું ઊતર્યું ત્યાં સુધી ડાયરો ધમધમતો રહ્યો. મનમાં તો ભર્યો ભર્યો આનંદ હતો. હવે તો મનમાં ગાંઠ જ વાળી કે સ્થિર તો અહીં જ થવું છે.
ડાયરો પત્યા બાદ અમે જગન મહેતાને ત્યાં ગયા. રાત્રે ત્યાં જમ્યા અને સૂઈ પણ ત્યાં જ ગયા. ભીખુભાઈએ જગનભાઈને કહ્યું : ‘રજનીભાઈને અહીં અમદાવાદમાં સ્થિર થવાની ઇચ્છા છે. એમને ક્યાંક ગોઠવી શકાય એમ છે ? જગનભાઈએ કહ્યું : તમે તો તાકડે જ આવ્યા છો. ‘ગુજરાત સમાચાર'માંથી ચિત્રકાર શિવ હજુ કાલે જ છૂટા થયા છે ને ‘ઝગમગ’ માટે એમને ચિત્રકારની જરૂર છે.
બીજે દિવસે ‘ગુજરાત સમાચાર'માં ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી પર જગનભાઈએ ચિઠ્ઠી લખી આપી અને તરત નોકરી મળી ગઈ. ભીખુભાઈએ બાલાભાઈને પણ ભલામણ કરી તો તેમણે બીજે જ દિવસે ‘શારદા’(ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનું પ્રેસ)માં આવવા કહ્યું : બીજે દિવસે એક ટાઇટલ ચિત્ર બનાવવા કહ્યું. દુર્ગેશ શુક્લ લિખિત નાટકનો સંગ્રહ હતો. આમ એકાદ-બે દિવસમાં જ અણધારી રીતે અમદાવાદમાં મારા પગ મંડાઈ ગયા. પગ તો મંડાયા પણ તેને ધરતી પર ચાલતા કરવામાં જયભિખ્ખુની હૂંફ અને હિસ્સો મોટાં. સાવ નવો-સવો શિખાઉ છતાં તેમણે હાથ ઝાલી મારામાં આત્મવિશ્વાસ કેળવવામાં પરોક્ષ રીતે પણ જે કાંઈ કર્યું તે ભૂલી શકાય તેમ નથી. બીજાને મદદ કરવા સતત તત્પર, કામ ન થાય તો ના પાડવામાં નિખાલસ અને સ્પષ્ટ,
250
કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઇ