________________
:
: *
માસ ભાઈ
ગુજરાતમાં, ગુજરાતની બહાર અને દેશવિદેશમાં જ્યાં ગુજરાતી અને જૈન સમાજ વસે છે ત્યાં તો શ્રી કુમારપાળભાઈનું નામ ખૂબ જાણીતું છે. એમને અને ચીનુભાઈને પરસ્પર લાગણી, એકબીજાના માટે માન હતું. શ્રી કુમારપાળભાઈએ ઘણી નાની ઉંમરથી જ પોતાના પિતાશ્રી જયભિખ્ખના પ્રદાનથી લખવાનું શરૂ કર્યું અને ઘણા આગળ વધ્યા.
ભારતને સ્વરાજ્ય મળ્યું પછી શ્રી ગણેશ વાસુદેવ માવલંકર – માવલંકરદાદા પાર્લામેન્ટના સ્પીકરપદે નિમાયા, પછી એમની ઇચ્છાથી ચીનુભાઈને વિદ્યાસભાના પ્રમુખ બનાવ્યા. પછી શ્રી શાંતિભાઈના નિમંત્રણથી ગુજરાત સમાચાર'ના ચેરમેન થયા. શ્રી જયભિખ્ખું', શ્રી કુમારપાળભાઈ અને અન્ય વિદ્વાનોના સમાગમમાં વધારે આવ્યા.
પોતાના પિતાશ્રી જયભિખુ પછી શ્રી કુમારપાળભાઈએ ઈટ અને ઇમારત' કૉલમ ગુજરાત સમાચારમાં ચાલુ રાખી. ઘણા બધા મિત્રો અને અમે સૌ આ અને એમના બીજા લેખો વાંચવાની આતુરતાથી રાહ જોતાં હોઈએ. ગુરુવારની એ કેટલી બધી, વર્ષો જૂની કૉલમમાં રસપ્રદ ઐતિહાસિક વાર્તાઓ વાંચવા મળે છે. તેની શૈલી ખૂબ જ રસપ્રદ હોય છે, સાથે સાથે સારા સંસ્કારો મળે તેવા બોધપાઠો અંદર વણાઈ જાય છે. એ બોધપાઠ ઠસાવતા નથી પણ સારું-ખોટું સમજવાની સરળતાથી સમજણ આપે છે. અત્યારના બદલાતા
પ્રભાબëન ચીનુભાઈ
246