________________
તેથી જ કોઈ અખબારની નાનકડી વાર્તા હોય કે પછી ત્રણસો-ચારસો પાનાંની કૃતિ હોય પણ તે એટલી જ સર્જનાત્મક અને સંવેદનશીલ રીતે લખાતી હોય છે. કલમના જાદુગરને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.
શ્રી જયભિખુભાઈએ ઈંટ અને ઇમારતનું જે ચણતર કર્યું એ જ પદ્ધતિએ એ જ આદર્શોને લક્ષમાં રાખીને એમણે એનું લેખન કર્યું. આવાં કાર્યોને માટે લેખકે માત્ર પસીનો વહેવડાવવાનો હોતો નથી પરંતુ લોહી વહેવડાવવું પડે છે. છેલ્લી અર્ધ સદીથી જીવનની વિવિધ પરિસ્થિતિઓ અને કેટલાય વિદેશ પ્રવાસોની વચ્ચે ‘ઈટ અને ઇમારત કૉલમ નિયમિતપણે પ્રગટ કરવાનું કામ કુમારપાળ જ કરી શકે.
મોટા મોટા આચાર્યો દ્વારા જેવું ધર્મનું યોગદાન થાય તેવું યોગદાન એમણે જૈન સમાજની આલમ માટે કર્યું છે. જેને સમાજના જુદા જુદા ફિરકાઓને એક તાંતણે બાંધીને કામ કરવાની એમની ક્ષમતા અનોખી છે. ભારતથી વિદેશમાં ગયેલા જેનોના જૈન સંસ્કારો વિસરી રહ્યા હતા તેવા સમયમાં તેમણે અમેરિકા, લંડન, બેલ્જિયમ કે કેનિયા જેવા દેશોમાં જઈને જૈન ધર્મની જીવનશૈલી સમજાવી છે. એવી પ્રભાવક રીતે પોતાની વાત રજૂ કરે છે કે જેનાથી સામી વ્યક્તિ એમને માનવા તૈયાર થાય. અમારી જાદુ કલામાં એને હિપ્નોટિઝમ કહેવામાં આવે છે. કેટલીય સભાઓમાં કે જુદા જુદા વિદ્વાનોનાં પ્રવચનો પછી છેલ્લે કુમારપાળનું પ્રવચન શરૂ થાય ત્યારે મને એ હિપ્નોટિઝમ યાદ આવી જતું. શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને એકચિત્તે એમનાં પ્રવચનો સાંભળતા.
સામાન્ય રીતે વેટિકનમાં પોપ જોન પૉલનાં દર્શન કરવા માટે લોકો માઈલોના માઈલો દૂરથી આવતા હોય છે અને દૂરથી દર્શન કરી ધન્ય થતા હોય છે જ્યારે કુમારપાળને તેઓ પ્રત્યક્ષ મળ્યા હતા તે મારે મન ઘણા મોટા ગૌરવની વાત હતી.
સામાન્ય રીતે લોકો કહે છે કે જાદુગર કે. લાલને બે રૂ૫ છે. એક ક્ષણમાં એ સ્ટેજ પર ઘૂમતા હોય અને બીજી જ ક્ષણે પ્રેક્ષકોની ગેલેરીમાં જોવા મળે. પરંતુ જ્યારે કુમારપાળને મળું છું ત્યારે મનમાં વિચારું છું કે આ કુમારપાળનાં કેટલાં રૂપ છે ! કુશળ લેખક, મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા વ્યાખ્યાનકાર, પ્રોફેસર, રમતગમતના એન્સાઇક્લોપીડિયા અને સાહિત્યના ઊંડા સંશોધક – આ બધી જ વસ્તુઓ મેં એમનામાં જોઈ છે. વળી, કુટુંબ પ્રત્યે એટલા જ પ્રેમાળ અને સમાજ પ્રત્યે એટલા જ પરમાર્થી વ્યક્તિઓ વિરલ હોય છે.
એમના હૃદયમાં સત્ય અને ન્યાય માટેની ભારે ઝંખના રહેલી છે. અન્યાય સામે પ્રતિકાર કરવો એને એ ધર્મ સમજે છે. ક્યારેય આમ કરવા જતાં શું થશે એના પરિણામનો વિચાર કર્યો નથી. ગુજરાત સમાચારની પ્રસંગકથા હોય કે પછી અકબર-બીરબલનો સંવાદ હોય, પરંતુ જ્યારે
244
એક માનવી : અનેક શક્તિ