________________
નાતો. આવે સમયે અમે વિચાર્યું કે પાછલી ઉંમરમાં ઉપયોગમાં આવે તેવી થોડી રકમ એકઠી કરવી. એ રકમ લઈને અમે આપવા ગયા ત્યારે એનો અસ્વીકાર કરતાં જયભિખૂએ કહ્યું કે સિંહ કદી ખડ ખાય ખરો ? એમણે એ રકમનો અસ્વીકાર કર્યો. અમે સહુ વિચારમાં પડ્યા. એમાંથી એવો વિચાર કર્યો કે એક ટ્રસ્ટ શરૂ કરીએ જેના દ્વારા જયભિખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય. ૧૯૬૮માં કોલકાતામાં એમનાં ત્રણસો પુસ્તકોને અનુલક્ષીને પ્રદર્શન યોજ્યું હતું જે પાંત્રીસ હજાર લોકોએ જોયું હતું
અમે જયભિખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય અને એમની પસંદગીની સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય એને માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર કર્યો અને એમાંથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટનો ઉદ્ભવ થયો. છેક ૧૯૬૮થી ચાલતા આ ટ્રસ્ટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. જેમાં પુસ્તક-પ્રકાશન, સ્કૂલો અને કૉલેજોના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, અશક્ત, ગરીબ અને અપંગ લેખકોને સહાય; કૉલેજો અને યુનિવર્સિટીઓમાં જયભિખ્ખું સ્મૃતિચંદ્રક; અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં પ્રતિ વર્ષ જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાન અને જયભિખ્ખું એવૉર્ડનું આયોજન કરવામાં આવે છે. આ રીતે એક નાનું બીજ કુમારપાળના હાથે વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે.
હવે વાત કરું પદ્મશ્રી વિભૂષિત કુમારપાળની. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા તે સમયે અત્યંત દેખાવડા કુમારપાળ અમારા ડાયરામાં થોડી વાર બેસતા, પણ વળી પાછા ભણવામાં મશગૂલ બની જતા. આતિથ્યપ્રેમી જયાબહેન અને સાહિત્યકાર જયભિખ્ખનો વારસો કુમારપાળે એમના જીવનમાં ઉતાર્યો. બાળપણથી જ એમની યાદશક્તિ ઘણી. એક વખત એક વાત જાણે કે વાંચે એટલે એ બરાબર યથાવત્ મનમાં યાદ રહી જતી. એમના પ્રથમ પુસ્તક “લાલ ગુલાબ'નું સાઇઠ હજાર ચોપડીઓનું વેચાણ થયું. એ પછીથી અત્યાર સુધીની એમની કારકિર્દી જોઉં છું ત્યારે એક બાબત સ્પષ્ટ લાગે છે કે તેઓ એમની એક મિનિટ પણ વ્યર્થ જવા દેતા નથી. આને પરિણામે એમણે જે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં આગવી માસ્ટરી મેળવી છે અને “બાપથી બેટા સવાયા એ ઉક્તિ સાર્થક કરી છે.
આમ, નાનપણથી જ કુમારપાળમાં કુટુંબના સંસ્કાર, પ્રગતિનો પુરુષાર્થ અને જગતની રફતાર સાથે તાલ મિલાવવાની આવડત પ્રગટ થયાં. એમનો હસતો ચહેરો અને પ્રતિભા જબ્બર. લેખક, પત્રકાર અને પ્રવચનકાર તરીકે પણ એટલા જ કુશળ. એ પ્રવચન કરવા ઊભા થાય પછી શ્રોતાજનો સહેજે ય ખસે નહીં, બસ, એમને સાંભળ્યા જ કરે. એ જ રીતે એમની કલમમાં પણ એવી તાકાત કે એક વાર એમનું લખાણ વાંચવાનું શરૂ કરો પછી એ પૂરું થાય ત્યારે જ વાચકને નિરાંત થાય. ટૂંકાં વાક્યો, સરળ ભાષા અને આકર્ષક રજૂઆત એ એમના લેખનની વિશેષતા છે અને
243 કે. લાલ