________________
ડૉ. કુમારપાળ દેસાઈએ આજસુધીમાં એકસોથી પણ વધુ પુસ્તકો આપ્યાં છે. મોટાભાગનાં ગુજરાતી પુસ્તકોની સાથે દસ પુસ્તકો અંગ્રેજીમાં આપ્યાં છે, જે પૈકીનું “Glory of Jainism' જેને ધર્મનાં મૂલ્યો અને જૈન ચરિત્રોની દૃષ્ટિએ નોંધપાત્ર પ્રસિદ્ધિ પામ્યું છે. વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, ચરિત્ર, ધર્મદર્શન, નવલિકા, પ્રૌઢ અને બાળસાહિત્ય, રમતગમત વગેરે વિશે પુસ્તકોનું સર્જન કર્યું છે. જેનદર્શન વિશેનાં પુસ્તકોએ જેને સાહિત્યમાં આગવી ભાત પાડી છે. એમની રસાળ, પ્રવાહી અને રસપ્રદ શૈલીએ કેટલાંય જૈન કથાનકો અને ચરિત્રોને ઘેર ઘેર જાણીતાં કર્યા છે. જેના સાહિત્યમાં જૂની ભાષા અને પારિભાષિક શબ્દોના ભારથી દબાઈ ગયેલી શૈલીને કારણે વર્તમાન સમયનો વાચકવર્ગ એને માણી શકતો ન હતો, તેવે સમયે પારિભાષિક શબ્દજાળમાં વાચકને ગૂંચવવાને બદલે એની સાહજિક સમજણ આપીને આલેખન કરવાની એમની પદ્ધતિએ જેન સાહિત્યને વધુ વ્યાપક બનાવ્યું છે.
વળી માત્ર લેખન સંદર્ભે જ પરિવર્તન કરીને તેઓ અટક્યા નથી, કિંતુ પુસ્તકની સામગ્રીની ગોઠવણી, સુંદર લે-આઉટ, સચિત્રતા અને મજબૂત બાઇન્ડિંગ – આવી બાબતોની પણ ચીવટ જોવા મળે છે. આથી જ એમનો Tirthankara Mahavir” ગ્રંથ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મુદ્રણ ધરાવતો સિદ્ધ થયો છે. આવાં પુસ્તકોનું સર્જન કરી દેશ-વિદેશમાં જેને ધર્મની સુવાસ પ્રસરાવી ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે અહિંસા યુનિવર્સિટી સ્થાપવા અંગે આયોજન હાથ ધરી યુનિવર્સિટીનો એક્ટ એન્ડ પ્રોજેક્ટ તૈયાર કરવા સમિતિ રચી હતી. જેના અધ્યક્ષ તરીકે શ્રી કુમારપાળ દેસાઈને નીમ્યા હતા. કુલપતિ, પૂર્વકુલપતિ અને વિદ્વાનોની આ સમિતિએ માત્ર ૪૦ દિવસમાં જ આ રિપૉર્ટ સરકારને આપ્યો હતો. - વિદેશની લાયબ્રેરીઓ અને મ્યુઝિયમમાં જૈન ધર્મની અમૂલ્ય હસ્તપ્રતો છે. એના કેટલૉગ અંગે અને આ હસ્તપ્રતોના કાર્ય અંગે સમગ્ર ભારતમાં જાગૃતિ સર્જવા માટે અને આ કાર્યની મહત્તા દર્શાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ વિશાળ પાયા પર હાથ ધરેલા કાર્યક્રમના આયોજનમાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહેલ છે.
જૈન ધર્મ અને તેના પ્રસાર માટે અથાક મહેનત કરનાર શ્રી દેસાઈ અમેરિકા, હોંગકોંગ, ઇંગ્લેન્ડ, કેનિયા, દુબઈ, સિંગાપોર, કેનેડા સહિતના દેશોમાં અનેક વખત પ્રવાસ કરી વિશ્વના પ્રાચીન એવા જૈન ધર્મ અને તેના તત્ત્વદર્શનનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીના ભારતના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં કાર્યરત ડૉ. કુમારપાળ દેસાઈ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીપચંદ ગાર્ડ જન રિસર્ચ સેન્ટરના કમિટી મેમ્બર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના કો-ઓર્ડિનેટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જેનદર્શન અને તેના પ્રસારમાં તેમજ જેને સંસ્થાઓના સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉ. કુમારપાળ દેસાઈને
213 પ્રવીણ પુંજાણી