________________
હું તેમને પૂછી લઉં છું કે કુમારભાઈ! તમારું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત અને વ્યાપક છે. જેમ જેમ કારકિર્દીની ટોચે પહોંચતા જાવ છો તેમ તેમ ફળ આપનાર વૃક્ષોની માફક આપ વધુ ને વધુ નમ્ર બનતા જાવ છો. માન અને અભિમાનને નીચે છોડતા જાવ છો. નાની હોય કે મોટી કોઈ પણ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપવા માટેના આમંત્રણનો અસ્વીકાર કે કચવાટ નથી હોતો. જ્યાં સદ્ગણોએ રહેવાનો આશ્રય શોધી લીધો હોય ત્યાં અવગુણોને અવકાશ ક્યાંથી મળે ! નીવાર પ્રથમ ધf I તેમનાં વિચાર, વાણી અને વ્યવહારમાં એકરૂપતા દેખાઈ આવે છે. જેવા બહારથી તેવા અંદરથી તેમનામાં એવી પારદર્શિતા છે કે તેમના અંતસ્તલની ચેતનાને છેક ઊંડે સુધી ઢંઢોળી નાખો તો પણ ક્યાંય કાદવ નજરે નહિ ચડે. રાજકારણનો રંગ તેમને ચડ્યો નથી. (ઇચ્છીએ કે ક્યારેય ન ચડે.) પૂર્વગ્રહોનો ગ્રહ તેમને નડ્યો નથી.
આધ્યાત્મિક જીવનમાં ઊંડો રસ તેઓ ધરાવે છે. તેઓ કહે છે કે અત્યારે આધ્યાત્મિક ચિંતન અને શાસ્ત્રીય સાહિત્યનું વાચન વધારે કરું છું. લખું છું છું. તેમનામાં બે જીવન સમાંતર ચાલે છે. એક વ્યવહાર-જીવન અને બીજું આંતર-અધ્યાત્મજીવન. કામ કરવામાં આસક્તિ અને અનાસક્તિનો ભાવ. પોતાની જાત સાથે, આત્માની સાથે વાતો કરવાનો આનંદ સતત પામે છે, અને એમાંથી એમના વ્યક્તિત્વમાં પ્રસન્નતા પ્રગટે છે. કુમારભાઈના પિતાશ્રીના એક મિત્ર હતા શ્રી નાનુભાઈ શાસ્ત્રી. તેઓ રમણ મહર્ષિ પાસે રહ્યા હતા. પોતે આજીવન બ્રહ્મચારી હતા. કુમારભાઈ પ્રત્યે અખૂટ વાત્સલ્યભાવ ધરાવે. તેમનો સત્સંગ તેમને ખૂબ થતો. પૂર્વે કહ્યું તેમ બે જીવન સમાંતર ચાલે છે. વ્યવહારના જીવનથી પણ બીજું કોઈક જીવન છે જે આનાથી વધારે ઊંચું છે. જે બાહ્ય જગતથી નિરાળું એવું આંતરજગત છે તેના આનંદની સતત અનુભૂતિ થતી રહી છે. બાહ્ય જાગૃતિ આંતરજાગૃતિને જગાવવાનું એક પ્રબળ સાધન છે. અનેક આધ્યાત્મિક પુરુષોના પ્રત્યક્ષ સત્સંગને પરિણામે તે ભાવોમાં સતત વૃદ્ધિ થતી રહી છે. તેઓ વાચન-લેખનપ્રવૃત્તિથી સભર થતા રહ્યા છે. તેઓ કહે છે કે જૈન સાધુ-સંતો પાસે બેસું છું ત્યારે પણ એટલી જ આનંદની અનુભૂતિ થાય છે. આ અંતરયાત્રામાં તો અવિરામ જ ચાલવાનું હોય છે ને આંતરજગતનું બહિર્જગત ઉપર પ્રભુત્વ વધારે હોય છે. એટલા માટે કે બહારના જગતની સુખદુઃખની ઘટનાને સ્વીકારીને તેને સાક્ષીભાવથી સ્વીકારી શકાય છે.
સામાન્ય માનવી હોવાથી જીવનમાં ગ્રંથિ, દ્વેષભાવ વગેરે હોઈ શકે, પણ આંતરજગત તેનો અસ્વીકાર કરી તેને નકારી કાઢે છે, જેથી દ્વેષભાવ, ગ્રંથિ માન વગેરેને જીવનમાં કોઈ સ્થાન મળતું નથી. આંતરજગત બાહ્ય જગત ઉપર સતત ચોકી કરે છે. ઇલકાબ મળે છે ત્યારે પણ “ઓહો ! મને ઇલકાબ મળ્યો એવી કોઈ લાગણીઓનાં પૂર ઊમટતાં નથી. હા ! કાર્યોનું મૂલ્યાંકન થાય તેનો આનંદ હોય તેમને ક્યારેય ગુસ્સો નથી આવતો. એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ ઉપર
1. 223 પ્રવીણા રસિકભાઈ ગાંધી