________________
પણ નહિ, વિશ્વકોશ સરળતાથી ચાલે છે. મૅનેજમેન્ટમાં ક્યારેય ગુસ્સો નહિ. એમના વિદ્યાર્થીઓએ પણ તેમને ક્યારેય ગુસ્સે થતા જોયા નથી.
સાહિત્યના ક્ષેત્રમાં જેમ જેમ સમયે સમયે સૂઝ અને અનુભવ બદલાય તેમ તેમ રુચિનું જુદું જુદું ઘડતર તેમણે થવા દીધું છે. માત્ર એક બીબામાં કે ઢાંચામાં ઢળવા દીધી નથી. તે જે ઢાંચામાં ઢળે તેમાં ઢળવા દીધી છે. તેને મર્યાદિત સીમામાં બાંધી લીધી નથી, તેથી તેમનો સાહિત્યના ક્ષેત્રનો વ્યાપ વિસ્તર્યો છે. તેઓ ધર્મની ત્રણ વિભાવનાઓ દર્શાવે છે. તેમની દૃષ્ટિએ (૧) ધર્મ એ વ્યક્તિગત વિકાસનું માધ્યમ છે. (૨) ધર્મનું મુખ માનવ-વેદના તરફ હોવું જોઈએ. (૩) ધર્મ માત્ર વ્યક્તિગત નથી, પણ માનવકલ્યાણ સાથે જોડાયેલો છે. કુમારભાઈ દેશમાં હોય કે વિદેશમાં – તેમના અનુભવથી બધાને એક સારી લાયબ્રેરી ઊભી કરવાનું કહે છે. તેમાં ઉત્તમ પ્રકારનાં પુસ્તકો વસાવી લોકોને વાચનાભિમુખ કરવા, જેથી માનવીય દૃષ્ટિકોણમાં ફેરફાર થાય, નવીનતા આવે, દષ્ટિ વિશાળ થાય. વિદ્વાનોને બોલાવવા, તે માટે સ્કૉલર્સ ફંડ ઊભું કરવું તેવાં પણ સૂચનો કરતા રહે છે.
૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં જૈન પ્રતિનિધિઓના ભારતના સંયોજક તરીકે અને વક્તા તરીકે કુમારભાઈને જવાનું થયું ત્યારે તેમણે જોયું કે અહીં પોતાના ધર્મના ગુણગાન ગાવાને બદલે પ્રત્યેક ધર્મમાં પર્યાવરણ, પ્રાર્થનાનું મહત્ત્વ, સ્ત્રીઓનું સ્થાન, માનવ-અધિકારોનું શું મહત્ત્વ છે, તેની ચર્ચા થાય છે. ક્યારેય એ ગુણગાન ગાવાના નથી કે મારો ધર્મ મહાન છે, પણ મારા ધર્મની મહાનતાને હું વાસ્તવિકતાની ધરા ઉપર કેટલી ઉતારી શક્યો છું તે દર્શાવવાનું હોય છે !
તેમણે અહિંસા વિષય-અંતર્ગત ગુજરાતની અહિંસા' વિશે સંશોધનપત્ર, દેશ-પરદેશમાં વક્તવ્યો, પુસ્તક-લેખન અને સંપાદનકાર્યો કરી અહિંસાની ભાવનાનો પ્રચાર કર્યો છે. તેમાં 20024i wycishul Yusses 721-2441 luani 'A Journey of Ahimsa : From Bhagwan Mahavira to Mahatma Gandhi' વિષય ઉપર મહાવીરની અહિંસાની વાતોને વણી લેતાં તેમણે પ્રવચન આપ્યું ત્યારે ત્યાંના શ્રોતાઓ ઉપર એટલી બધી અસર થઈ હતી કે એક ખ્રિસ્તી ધર્મના પાદરીએ કહ્યું: “આજના જગતમાં અમને એક મહાવીર આપો ને. જેન-દર્શન એ વિશ્વદર્શન છે તેની પૂરી ઓળખ કુમારભાઈએ પરદેશમાં કરાવી. જ્ઞાની ધુરંધર જૈન સાધુસંતો આચારસંહિતાને કારણે વિદેશમાં જતા અટકે છે ત્યારે આવા વિદ્વાન પુરુષો દ્વારા જૈન ધર્મની સુવાસ વિદેશમાં પણ પ્રગટે છે એટલું જ નહિ, તેમણે દેશ-વિદેશમાં શાકાહારનો પ્રવચનો દ્વારા પ્રચાર કર્યો. લેખ લખ્યા સેમિનાર ર. “અનેકાંત' નામના મેગેઝીનના શાકાહાર અંગેના અંકનું સંપાદન કર્યું, વેજિટેરિયનિઝમ' નામનું પુસ્તક પણ લખ્યું.
24 એક જૈન-રત્નનો પ્રકાશપુંજ