________________
સમારંભમાં પ્રસન્નચિત્ત, સૌમ્ય મૂર્તિ બનીને એ એવૉર્ડ સ્વીકારતા કુમારપાળભાઈનાં દર્શન કરવાં એ પણ મારા માટે મારા જીવનનો અવર્ણનીય પ્રસંગ હતો.
દિગંબર હોય કે શ્વેતાંબર, સ્થાનકવાસી હોય કે દેરાવાસી, બધા જ જૈનો તેમનામાં એક સમભાવી અને સમતાભર્યા સાચા મિત્રનાં દર્શન કરે છે.
કુમારપાળભાઈ હર પળે વીરતા બતાવતા જાય છે, મહાવીરમાંથી મહાવીર બનવાનો સંદેશો મેળવતા જાય છે અને મહાવીર બનતા જાય છે, તે એક અનુપમ આનંદનો વિષય છે.
Soul has worked miracles in human body – 41494414 442041140 BALL yais તાકાતનાં દર્શન વિશ્વને વારંવાર થયાં છે. ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, રામ, કૃષ્ણ, મહાવીર જેવાં અનુપમ ઉદાહરણો છતાં થયાં છે.
અંતમાં, જૈન ધર્મના એટલે કે માનવધર્મના મહાન ચિંતક અને હરહંમેશ ચિંતનને સથવારે વિશ્વમાનવ બનવાના મહાન પથ પર અડગ ડગ માંડી રહેલા મહાન લેખક ડૉ. કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈને કોઈક ભવે મહાવીરની મુદ્રામાં રાચતા પરમ આત્માના સ્વરૂપમાં નિહાળતો નિહાળતો લેખને વિરામ આપું છું.
230
માનવધર્મના મહાન ચિંતક