________________
તેવી વ્યક્તિઓના મનોબળને તથા પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાના પુરુષાર્થને શ્રી કુમારપાળભાઈ પોતાનાં લેખોમાં, પુસ્તકોમાં તથા વક્તવ્યોમાં સુંદર રીતે બિરદાવે છે. આ રીતે અશક્ત તથા સશક્ત બધાને પોતપોતાની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા બહાર લાવવા પ્રેરણા આપે છે.
શ્રી કુમારપાળભાઈ દીવાન બલ્લુભાઈ શાળામાં પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થી તરીકે ભણ્યા હતા. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી સુંદર હતી. જે જે શિક્ષકોના હાથ નીચે તે આ શાળામાં ભણ્યા હતા તે શિક્ષકો પ્રત્યે તેમના આદર તથા ગુરુભક્તિ જેવાં ને તેવાં જ છે. આ શાળાજીવનનાં તેમનાં સંસ્મરણો તે વાગોળે છે તે પણ સાંભળવા જેવાં છે.
શ્રી કુમારપાળભાઈ જેવા ઉત્તમ, સંનિષ્ઠ અને માર્ગદર્શક નાગરિકો વધારે ને વધારે સંખ્યામાં ગુજરાત તથા ભારતને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
237
બી. જે. દીવાન