________________
અમેરિકાની જેના સંસ્થા દ્વારા પ્રેસિડન્ટ સ્પેશિયલ એવૉર્ડ, વડાપ્રધાનના હસ્તે જેનરત્ન એવોર્ડ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ ઉપરાંત મૂલ્યનિષ્ઠ લેખન માટે પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની ભારતની શાખાના આધારસ્તંભ બની રહ્યા છે. ડૉ. કુમારપાળ દેસાઈને સમગ્ર જૈન સમાજની એક સદી જૂની અખિલ ભારતીય સંસ્થા ભારત જેને મહામંડળે જેન ગૌરવ એવોર્ડ આપ્યો છે.
ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ સમયે અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું સેવાકાર્ય ડૉ. કુમારપાળ દેસાઈએ હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના અસરગ્રસ્તોને પંદર લાખથી વધુ સહાય ડૉ. કુમારપાળ દેસાઈએ ઉપલબ્ધ કરાવી હતી. ગુજરાતના આ સાહિત્યકારે કરેલું અનુકંપાનું આ કાર્ય અવિસ્મરણીય બની રહ્યું છે. કોઈ સર્જક કે પત્રકારે સ્વપ્રયત્નથી આટલું ભંડોળ એકઠું કર્યું હોય, તેવું હજી સુધી જાણ્યું નથી.
રાજકોટ શહેરની ખાસ વાત કરું તો ડૉ. કુમારપાળ દેસાઈના અવારનવાર અનેક કાર્યક્રમો યોજાતા રહ્યા છે અને રાજકોટની બૌદ્ધિક તેમજ ધર્મપ્રિય પ્રજામાં તેમના વિચારોનો ઊંડો પ્રભાવ છે. એક ઉત્તમ વક્તા અને વિદ્વાન હોવાને નાતે તેઓના અનુભવોનો નિચોડ રાજકોટની પ્રજાને તેઓ આપતા રહ્યા છે.
ભગવાન મહાવીરના ર૬૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે રાજકોટમાં પ્રવચન, સંગીત અને ચિત્રદર્શનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેન એકેડેમી, રાજકોટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં ડૉ. કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીર સ્વામીના જીવન ઉપર ચિંતનાત્મક અને મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. શેફાલીબહેનનાં કર્ણપ્રિય સ્તવનો રજૂ થયાં હતાં અને શ્રી કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીરસ્વામીના અહિંસા, અનેકાંત તથા અન્ય સિદ્ધાંતોની પ્રસંગો દ્વારા માર્મિક રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભગવાન મહાવીરસ્વામીના જીવન પરની ચિત્રમય ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટમાં જેન એકેડેમીના સહયોગથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીએ યોજેલ કાર્યક્રમમાં ડૉ. એલ. એમ. સિંઘવીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે ચોમેર હિંસા, આતંક અને ધમકીનું વાતાવરણ છે ત્યારે અહિંસા જ આ દિશાને ઉગારી શકે તેમ છે. આ કાર્યક્રમના આયોજન તેમજ સફળતાપૂર્વક પૂર્ણ થવામાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.
રાજકોટમાં જૈન એકેડેમી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના સંયુક્ત ઉપક્રમે યોજેલ કાર્યક્રમમાં નમસ્કાર મહામંત્ર ઉપર ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ દરેક પદના વિગતવાર પ્રવચન તેમજ અર્થસહિત નમસ્કાર મહામંત્રની વિસ્તૃત છણાવટ આપેલ હતી. તેમની સાથે સાથે
24 પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત