________________
आकृतिर्गुणान् कथयति। માનવીની ઓળખ એ એનો ચહેરો છે, તેની આકૃતિ છે. જેમનો ચહેરો નમ્ર અને સૌમ્ય છે એવા ડૉ. કુમારપાળ દેસાઈની કલમમાંથી અકલ્પનીય એવી કાલ્પનિક ક્રાંતિવીરની શૌર્ય-કથાનું સર્જન થાય. તે પણ માત્ર ૧૧ વર્ષની ઉંમરે. આશ્વર્ય જ કહેવાય ને ! હા! તેમનો જન્મ ૧૯૪રની ૩૦મી
ઑગસ્ટે સૌરાષ્ટ્રની શૌર્ય-ભૂમિ ઉપર રાણપુરમાં. અકજૈન-રબળો જ્યાં એવી વીરોની ભૂમિમાં જન્મેલા, જેમને
સાંભળતાં લોહીના બુંદ બુંદમાંથી શૌર્ય વીજળીવેગે પ્રકાશપુંજ વહેવા માંડે એવા સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી,
ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ', કવિ દુલા કાગનું સાન્નિધ્ય સાંપડ્યું હોય તે કારણ પણ હોઈ શકે. ડો. કુમારપાળ દેસાઈનું આ પ્રથમ સર્જન બાલસાપ્તાહિક ‘ઝગમગ માં પ્રગટ થયું અને તેમની આ પ્રથમ પગલી તેમના સમગ્ર જીવનની કેડીને કંડારતી ગઈ,
સાહિત્યનું અમૂલ્ય નજરાણું તેમને જન્મદત્ત
પ્રાપ્ત થયું કહેવાય ને! સાથે સાથે તેમના પૂ. પિતાશ્રી પ્રવીણ રસિકભાઈ ગાંઘી
બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખના સાહિત્યના ભવ્ય વારસાના તેઓ વારસદાર બન્યા. તેમના જીવનઘડતરમાં તેમનાં માતાપિતાનો ફાળો મહત્ત્વનો હતો. તેમના જીવનમાં સ્વમાની અને ચુસ્ત સિદ્ધાંતવાદી વિદ્વાન લેખક એવા તેમના પૂ. પિતાશ્રીના અવસાન સમયે મૂડી રૂપે માત્ર સાડાત્રણસો રૂપિયાની નોટો પુસ્તકોનાં પાનાંઓ વચ્ચેથી નીકળી હતી. શ્રી કુમારભાઈએ તેમના પૂ. પિતાશ્રીના
220