________________
શ્રીમદ્ રાજચંદ્રજીનું ચરિત્ર એની સાહજિક તથા સોંસરવી ઊતરી જાય તેવી ભાષા, માર્મિક રજૂઆત અને છટાદાર શૈલીને કારણે દેશ-વિદેશમાં વંચાયું અને વખણાયું. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિશે જે કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં હતાં, તેમાં આ ચરિત્રે આગવી ભાત પાડી. શ્રીમદ્જીના જીવનમાં બનેલા અનેક બોધદાયક પ્રસંગો તથા આત્માર્થી જીવો સમજી શકે તેવા પ્રસંગો માટે કાલ્પનિક ચિત્રો દ્વારા એનું આલેખન કર્યું અને એમાં વાસ્તવિકતાનો પ્રાણ પૂર્યો. આ પુસ્તકમાં શ્રીમદ્જીના જન્મથી જ તેઓ આત્મસ્વરૂપમાં લીન થયા ત્યાં સુધીના મુખ્ય મુખ્ય સર્વ બોધદાયક પ્રસંગોને અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યા. એ પછી અંગ્રેજીમાં A Pinnacle of spirituality નામે આ ચરિત્રનો અનુવાદ થયો.
ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલા શ્રીમદ્ રાજચંદ્રજીના આ ચરિત્રને મુમુક્ષુઓ અને જનસમૂહનો એટલો બધો ઉત્સાહભર્યો પ્રતિભાવ સાંપડ્યો કે આજે આ બંને ચરિત્રો લગભગ અપ્રાપ્ય બની ગયાં છે. એ પછી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા; શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, અમદાવાદ; શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અને શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નરોડા જેવી સંસ્થાઓએ વક્તવ્યો માટે આપેલાં નિમંત્રણોને પરિણામે ડૉ. કુમારપાળ દેસાઈને શ્રીમદ્જીના જીવન અને કવન વિશે વિશેષ અભ્યાસની તક મળી. શ્રીમદ્જીના ધર્મજીવનની, એમની મોક્ષમાર્ગની તાલાવેલીની અને ક્ષણેક્ષણની જાગૃતિપૂર્વકની તીવ્ર સાધનાની કુમારપાળભાઈના માનસ પર ઊંડી અસર થઈ અને ત્યારબાદ એમણે જુદા જુદા સમયે આપેલાં અભ્યાસપૂર્ણ પ્રવચનો ખૂબ પ્રશંસા પામ્યાં.
ગુજરાતનાં અખબારો અને સામયિકોમાં પણ શ્રીમદ્ રાજચંદ્રજી વિશેના એમના લેખો વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજનારા અને વિશેષ અભ્યાસને પ્રેરનારા બની રહ્યા છે. દરમિયાનમાં એમના માર્ગદર્શન હેઠળ અમરેલી કૉલેજમાં અધ્યાપિકા રમાબહેન દેસાઈએ “શ્રીમદ્ રાજચંદ્ર : વ્યક્તિત્વ અને વાડુમય' એ વિષય પર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી.
સર્જકની શૈલી, સંશોધકની દૃષ્ટિ અને અભ્યાસની નિષ્ઠાનો ત્રિવેણી સંગમ ડૉ. કુમારપાળ દેસાઈમાં સધાયો હોવાથી એમણે છેક અમદાવાદથી માંડીને ન્યૂયોર્કના યુનાઇટેડ નેશન્સના ચેપલ સુધી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વાત પ્રસ્તુત કરી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ જેવાં શહેરોમાં એમના સ્વાધ્યાય યોજાયા. નોંધપાત્ર બાબત એ છે કે ૨૦૦૪ના મે મહિનામાં તેઓ મસ્કત અને દુબઈમાં વ્યાખ્યાનશ્રેણી માટે ગયા હતા અને દુબઈમાં એમણે શ્રીમદ્ રાજચંદ્રજી વિશે બે સ્વાધ્યાયો આપ્યા. આ હકીકત જ પરમ કૃપાળુદેવના તત્ત્વજ્ઞાન પ્રત્યેની એમની ભાવના પ્રગટ કરે છે.
તેમણે લાંબા સંશોધન બાદ જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી નામનું પુસ્તક
201 અરવિંદ પી. શાહ