________________
..
અ
-
બહુમૂલ્યા
પ્રદાન
કુમારપાળ દેસાઈનો મને છેક ૧૯૭૩થી પરિચય છે. એ સમયે ગુજરાતમાં પૂરનો પ્રકોપ થયો હતો અને ત્યારે માનવતાનો સાદ' નામની પુસ્તિકાનું અમારી લાયન્સ ક્લબ વતી કુમારપાળભાઈ સંપાદન કરી રહ્યા હતા. એ પુસ્તિકામાં પૂરમાં સપડાયેલા લોકોને સહાય આપનાર અને જીવનદાન આપનાર વ્યક્તિઓની ગાથા હતી. એ પછી અમારો પ્રત્યક્ષ સંપર્ક અલપઝલપ થતો રહ્યો, પરંતુ એમના જેવા સિદ્ધહસ્ત લેખકના લેખો દ્વારા – શબ્દસેતુ દ્વારા – એ સંપર્ક જીવંત રહ્યો. જૈનદર્શનનાં વિવિધ પાસાં પર પ્રકાશ પાડતું એમનું સાહિત્ય મને આકર્ષતું હતું.
પ્રસન્ન વ્યક્તિત્વ, પરિસ્થિતિને વિધેયાત્મક દૃષ્ટિથી જોવાનો અભિગમ અને મૌલિક વિચારો આપવાની એમની ક્ષમતા હું સતત અનુભવતો રહ્યો ! જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીની સંસ્થાઓના અમે સહુ એમની પાસે દોડી જતા. એમનામાં આયોજનની અનોખી સૂઝનો હંમેશાં અનુભવ થતો રહ્યો. શ્રોતાઓને કઈ વસ્તુ અસરકારક બનશે તેનો વિચાર કરીને તેઓ કાર્યક્રમનું આયોજન કરતા મુખ્ય મુદ્દાને બદલે આનુષંગિક બાબતો વધી ન જાય તેની ખાસ તકેદારી રાખતા. વળી એમના જીવંત સંપર્કોને કારણે આ આયોજનમાં જે કોઈ મહાનુભાવને નિમંત્રણ આપવાનું હોય તે અત્યંત સુગમ બની જતું, પરંતુ અમારો વિશેષ સંબંધ તો શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને કારણે થયો.
199
અરવિંદ પી. શાહ