________________
ખરેખર રાષ્ટ્રપ્રેમી છે અને રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતરની બહુ મોટી પ્રવૃત્તિ લેખન તેમજ પ્રવચન દ્વારા કરી રહ્યા છે. - વિદેશનાં સગાં, સ્નેહી, સંબંધીઓ પણ જ્યારે તેમના વિશે આદરથી ઉલ્લેખ કરે છે ત્યારે કદમાં નાના એવા આપણા કુમારપાળભાઈ વિશ્વમાં મોટા થઈ ગયા છે તેનો પરિચય અપાવે છે. તેમની નખશિખ ભારતીય જીવનપ્રણાલી ન કેવળ જેન જીવનપદ્ધતિનો જ પરિચય કરાવે છે તે સાચા અર્થમાં ભારતીય વ્યક્તિત્વનું જીવતું જાગતું, હરતું-ફરતું ઉદાહરણ પૂરું પાડે છે.
તેમના દ્વારા આપણા દાર્શનિકોના અપાતા પરિચયથી આપણે આપણા કોઈ પણ દાર્શનિકો સમગ્ર વિશ્વનો, જીવ માત્રનો કેવો ઊંડાણથી, ઉદારતાથી વિચાર કરનારા અને અમલમાં મૂકનારા હતા તેનાથી પરિચિત થઈએ છીએ. વળી આ કારણે જ કદાચ જૈનદર્શનના એક સુશ્રાવક એક સાચ્ચી ભારતીયતામાં અને તેને કારણે વૈશ્વિકતાના બૃહદ વર્તુળમાં પ્રવેશી ચૂક્યા છે. આવાં કારણોનુસાર તેઓ સૌ કોઈના પ્રીતિપાત્ર બન્યા છે. તેમજ તેમનું નખશિખ ભારતીય વ્યક્તિત્વ રાષ્ટ્ર માટે અસ્કામતરૂપ બન્યું છે. આવા ભાતીગળ ભારતીય વ્યક્તિત્વને ભારત સરકાર પદ્મશ્રીથી પોંખે તે સ્વાભાવિક જ છે. અને આજે જ્યારે તેઓ પદ્મશ્રીથી પોંખાય છે ત્યારે અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો “મારી છાતી ગજ-ગજ ફૂલે, મારા કેડિયાની કહુ ફાટફાટ થાય”.
વધાઈ છે કુમારપાળભાઈ, લાખ લાખ વધાઈ છે.
198 મેં જેવા જોયા, જાણ્યા અને માણ્યા નખશિખ ભારતીય