________________
સમાજદર્શન, પત્રકારત્વ અને રમતગમતના ક્ષેત્રે પણ તેમણે પ્રશંસનીય સિદ્ધિઓ લેખક તરીકે પ્રાપ્ત કરી છે.
હાલમાં અમેરિકામાં ઓહાયો રાજ્યના સિનસિનાટી શહેરમાં સમસ્ત ઉત્તર અમેરિકામાં વ્યાપક એવી સંસ્થા “જૈનાના દ્વિવાર્ષિક સંમેલનમાં અમને બંનેને જૈન ધર્મના દાર્શનિક વિષયો ઉપર બોલવા આમંત્રણ હતું તે સમયે શ્રી કુમારપાળે તેમની વક્તત્વકળાનો પણ સારો પરિચય શ્રોતાઓને આપેલ જેનો હું સાક્ષી છું.
તેમના પિતાશ્રીએ “ગુજરાત સમાચારમાં ચાલુ કરેલ કૉલમ “ઈંટ અને ઇમારત' તેમણે તેટલી જ કુશળતાથી ચાલુ રાખેલ છે અને હંમેશાં અખબારના વાચકોનું ધ્યાન ખેંચી રાખેલ છે તે તેમની સિદ્ધિ પણ, પ્રશંસાને પાત્ર છે.
તેમનું સચિત્ર પુસ્તક “Glory of Jainism' સમસ્ત ગુજરાતમાં સાંસ્કૃતિક જીવનને ગૌરવવંતું બનાવે છે તેમાં કોઈ શંકા નથી. તેમાં જૈન સાહિત્યને ખમીરવંતુ બનાવતાં કુલ ૧૦૮ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાનું જીવનદર્શન ટૂંકમાં આપવા ઉપરાંત જૈનદર્શનના તમામ મુખ્ય સિદ્ધાંતોની ઉચ્ચ કક્ષાની છતાં સરળ અંગ્રેજી ભાષામાં રજૂઆત કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે અમૂલ્ય સેવા આપેલ છે.
આવી વ્યક્તિનું સન્માન કરીને ભારત સરકારે પોતાના ખિતાબોની કિંમત વધારી છે.
187 ત્રંબકલાલ યુ. મહેતા