________________
જૈન ધર્મના સંસ્કારોથી રંગાયેલા અને જેને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ શ્રી કુમારપાળભાઈને અધ્યાત્મયોગી આનંદઘનજી (મૂળ નામ શ્રી લાભાનંદજી) ઉપર મહાનિબંધ લખવાનો ભાવ થયો. જેથી સાધિક ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા અધ્યાત્મયોગીએ પદ્યની ભાષામાં જૈન ધર્મનાં ગૂઢ રહસ્યો સમજાવ્યાં છે. તે ઉપર પ્રકાશ પાથરવા સંકલ્પ કર્યો અને તત્કાલીન વિદ્વાનોના સહયોગથી આનંદઘન : એક અધ્યયન આ મહાનિબંધના માધ્યમથી જગદુપકારક, કરુણાસાગર શ્રી તીર્થંકર પરમાત્માની વાણી વિશ્વના સર્વ જીવોને એકાંત-હિતકારક, અદ્વિતીય ઉપકારક છે તે સમજાવવા સુંદર પ્રયત્ન કર્યો.
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીનાં ૧ થી ૨૪ સ્તવનોનો ક્રમશઃ વિષય અને ઊંડાણ જોતાં આ યોગીપુરુષ સ્વ-પરદર્શનના કેવા ઊંડા અભ્યાસી હશે તે તત્ત્વચિંતકો સમજી શકે. કુમારપાળભાઈએ યોગીરાજ શ્રી આનંદઘનને સમજવા તત્કાલીન મહાપુરુષો મહામહોપાધ્યાય, ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ આદિના ગ્રંથોનું પણ ચિંતનાત્મક અધ્યયન કર્યું હશે એ સ્વાભાવિક છે, અન્યથા યોગીરાજની પદ્યરચનાના ગર્ભિત ભાવો સમજવા શક્ય નથી. સ્વક્ષયોપશમાનુસાર યોગીરાજ આનંદઘનજી વિશે પ્રકાશ પાડનાર શ્રી કુમારપાળભાઈ આનંદઘન : એક અધ્યયન' એ વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવવામાં સફળ રહ્યા.
જૈનકુળમાં જન્મ લઈ આર્યસંસ્કૃતિથી રંગાયેલા કુમારપાળભાઈને દેશ-વિદેશમાં વક્તવ્ય, સંભાષણ સંગોષ્ઠી જેવા જે જે પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાનું થાય તથા પર્વાધિરાજ પર્યુષણાના મહાન દિવસોમાં લોકોત્તર પર્વ સંબંધમાં બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે જૈનદર્શનના વિવિધ ગ્રંથોનાં અધ્યયન, વાંચન, મનનથી અને વિદ્વાન ગુરુભગવંતો તથા અધ્યાપકોના સંપર્કથી જે સમજાયું તેને ધ્યાનમાં રાખી વિચારો રજૂ કરવા આ તેઓની આગવી વિશેષતા છે.
સરળતા, નમ્રતા એવી કે ગણધર ભગવંતો અને પૂર્વાચાર્ય ભગવંતોનાં સૂત્રોના ભાવ વિશે વિશેષ સ્પષ્ટતા કરીને તે તરફ ધ્યાન ખેંચવામાં આવે તો સહજ ભાવે સ્વીકારવાની– સુધારવાની તૈયારી હોય છે. આ જૈનદર્શનના સિદ્ધાંતો માટે તેમના હૃદયમાં રહેલું બહુમાન દેખાય છે.
લેખનની સાથોસાથ ગ્રંથોનું સંપાદન, અનુવાદ, સંશોધન, અધ્યયન-અધ્યાપન આદિ અનેકવિધ પ્રવૃત્તિઓમાં સુંદર સફળતા મેળવનાર ડૉ. કુમારપાળભાઈ વિશિષ્ટ પુરસ્કારો અને એવોર્ડના અધિકારી બન્યા છે જે શિક્ષણક્ષેત્રના વિદ્વાન પુરુષો માટે વિશેષ ગૌરવરૂપ ગણાય.
સામાજિક ક્ષેત્રમાં પણ ડૉ. દેસાઈનું સુંદર યોગદાન છે. કુદરતી આપત્તિઓ પ્રસંગે તાત્કાલિક જરૂરી સહાય મળી રહે તે માટે માનવરાહતની કામગીરીમાં જોડાવાનું હોય ત્યારે દેશ
192 વિદ્વાન છતાં નમ્ર