________________
વિરલ
શાકમારપાળ દેસાઈને પદ્મશ્રી એનાયત થયો એનાથી સાહિત્ય તેમજ વિદ્યાજગતમાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી કુમારપાળભાઈની લેખન-કારકિર્દીના છેલ્લા ચાર દાયકા સતત વિકાસશીલ રહ્યા છે. તેમની આ વિકાસયાત્રાના સાક્ષી થવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું છે. એક વાચક તરીકે અમે જયભિખ્ખની કલમથી પરિચિત. જયભિખ્ખના દેહાવસાન બાદ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત” કૉલમનો
સંસ્કારવારસો જાળવવાનો સર્જનાત્મક પડકાર સાંસ્કૃતિકપ્રતિભા યુવાન કુમારપાળે ઝીલી લીધો. પિતાશ્રીની સંપત્તિના
વારસ બનવાનું સોને માટે સરળ હોય પણ સંસ્કારવારસાનું વિદ્યાવારસાનું જતન કરવાનું કાર્ય કસોટી માગી લે તેવું હોય છે. કુમારપાળભાઈએ સજ્જતાપૂર્વક લેખન દ્વારા “ઈંટ અને ઇમારતની લોકપ્રિયતા વધારી અધ્યાપક તરીકે તથા સાહિત્યકાર તરીકેની કુમારપાળભાઈની પ્રતિભાની આગવી ઓળખ છે. જેનદર્શન સંદર્ભે વિચારીએ તો આજ સુધી આપણને ઘણા સંશોધકો મળ્યા છે.
જૈનદર્શન આગમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો મળ્યા છે. પણ શુભકરણ સુરાણા જેનદર્શન, સર્જનાત્મક સાહિત્ય અને જૈનદર્શનમાં
પ્રસાર–પ્રચાર બાબતે વૈશ્વિક પ્રદાનની વાત કરવાની થાય ત્યારે કુમારપાળભાઈનું નામ અચૂક લેવું પડે.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. બાળસાહિત્ય અને પ્રૌઢ સાહિત્ય – એ બે ઉપેક્ષા પામેલાં સાહિત્યક્ષેત્રોને તેમની સક્રિયતા થકી પોષણ મળ્યું. મૂલ્યનિષ્ઠ સાહિત્ય દ્વારા
194