________________
છતાં બમ
થર્મના મૌલિક સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી શ્રી કુમારપાળભાઈ દેસાઈનું સાહિત્યના ક્ષેત્રમાં અને જ્ઞાનના પ્રચાર-પ્રસારમાં જે યોગદાન જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે પૂર્વભવમાં આ પુણ્યાત્માની જ્ઞાનસાધના-આરાધના ઘણી હશે.
પૂર્વભવના જ્ઞાનના સંસ્કાર સાથે સાહિત્યસર્જક વિદ્વાન પુરુષ બાલાભાઈ દેસાઈના ત્યાં જન્મ થવો આ પણ કેવો સુંદર યોગ કહેવાય ? કુમારપાળભાઈના જ્ઞાનમય જીવનઘડતરના સુકાની સ્વ. બાલાભાઈ દેસાઈએ બાળજીવોથી લઈ પ્રોઢ વ્યક્તિઓને ઉપયોગી થાય એવા સાહિત્યનું ધર્મકથાઓના માધ્યમથી, લોકભોગ્ય ભાષામાં સર્જન કરી જૈન-જૈનેતર સમાજને જ્ઞાન પ્રદાન કર્યું છે.
- કુમારપાળભાઈએ પિતાજીનો સાહિત્યવારસો જાળવ્યો એટલું જ નહિ, ઘણો વધાર્યો છે; કારણ કે બાલ્યવયથી સાહિત્યસર્જક વિદ્વાનોના સંપર્કમાં આવવાનું થયું અને સાહિત્યકાર વિદ્વાનોના માધ્યમથી શક્તિનો પ્રાદુર્ભાવ થયો. સતત પુરુષાર્થના બળે સ્વયં સર્જક, લેખક, સંપાદક, અનુવાદક અને સંશોધક બન્યા.
અગિયાર વર્ષની નાની વયમાં દેશભક્તિની ભાવનાથી કાલ્પનિક કથાનો પ્રારંભ કરી સાહિત્યસર્જનના ક્ષેત્રમાં ઈ. સ. ૧૯૬૫થી આજસુધી અવિરત સાહિત્યનું સર્જન કરી વિવિધ ભાષામાં ૧૦૫ પુસ્તકો પ્રગટ કર્યા છે, જે તેમની સાહિત્યસાધનાનો ખ્યાલ આપે છે.
19
- વસંતભાઈ પંડિત