________________
કહેવા લાગ્યા કે શ્રીમદ્દ વાંચ્યા પછી, શ્રીમન્ને ઓળખ્યા પછી હું તેમનો પરમ શ્રદ્ધાળુ બની ગયો છું. જેમ જેમ વાંચું છું, વિચારું છું તેમ તેમ મને શ્રીમદ્ રાજચંદ્રજીના બોધ, જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન તેમજ અધ્યાત્મ સંબંધી નવી નવી દ્રષ્ટિ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. તેમની આ અભ્યાસુ વૃત્તિ અને તેમની પારદર્શિતા ત્યારપછીના અનેક પ્રસંગોમાં આપણને પણ અનુભવવા મળે છે. જેમ કે શ્રીમદ્ રાજચંદ્રના સચિત્ર જીવન-કથાસંગ્રહમાં તેમણે કરેલું સંકલન, શ્રીમના જીવન પરની ડોક્યુમેન્ટરીમાં તેમણે લખેલી કોમેન્ટ્રી, શ્રીમનાં પદોની કેસેટોમાં પણ તેમણે આપેલી સમજ ખૂબ જ પ્રભાવક અને અસરકારક બની રહ્યાં.
પોતે એક અનુયાયી તરીકે શ્રીમથી પરિચિત ન હોવા છતાં એક નવા જ ચરિત્ર અને પાત્રને પોતાની ઉદાત્ત, વિશાળ અને ગ્રંથિ કે પૂર્વગ્રહ રહિત દૃષ્ટિથી આત્મસાત્ કરી, પ્રગટપણે તે અદ્ભુત પાત્રના પ્રભાવનો સ્વીકાર કરી, તેના પ્રચાર અને પ્રસારમાં પૂરી ભક્તિ સાથે જોડાવું એ કુમારપાળભાઈનું અભિજાત વ્યક્તિત્વ છે અને આ જ અમારી આત્મીયતાપૂર્ણ મૈત્રીની ઇમારતની ઈંટ છે.
શ્રી કુમારપાળભાઈ સાથે કામ કરવાના કારણે એમના વ્યક્તિત્વના સ્પર્શલા અંશો અંગે જણાવું તો તેઓ કોઈ પણ કામની જવાબદારી સ્વીકાર્યા પછી પોતે ગૌણ બની જતા. કામની પૂર્ણતા અને સફળતા એ જ એમનું લક્ષ. આ માટે પોતાના વ્યક્તિત્વ સાથે જે કંઈ સમાધાન કરવું પડે તે પોતે સહજપણે કરી લે છે. તેમાં પોતાનાં નામ, કામ, પદ, પ્રતિષ્ઠા, સ્થાન કે મોભાની કોઈ વિગત અંતરાયરૂપ બની શકતી નથી. આ મોટી સિદ્ધિ છે.
અહિંસા યુનિવર્સિટીના સંબંધમાં આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ થયો. તેમનાં ઘણાં ઘણાં કામોમાં જ્યાં તેમને સંયુક્તપણે કામગીરી કરવાની થતી હતી ત્યાં કાર્યસફળતાની પાછળ તેમના વ્યક્તિત્વનું આ પાસું મહદ્અંશે જવાબદાર જણાયું. આ કારણે તેમણે ક્યારેય કોઈ પણ કામ દરમ્યાન સાથી કાર્યકર્તા સાથેના સંબંધો તોડ્યા નથી. સંસ્થાકીય કાર્યોના સંબંધમાં તો આવી નાજુક પરિસ્થિતિ ઘણી વાર ઊભી થઈ જતી હોય છે, જેમાં વ્યવસ્થાપકોની વામણી ઊંચાઈ અને ટૂંકી દૃષ્ટિને નિભાવી લેવી પડતી હોય છે. જે ખૂબ જ કઠિન હોવા છતાં શ્રી કુમારપાળભાઈએ આ બાબતને પ્રશંસનીય પ્રમાણમાં નિભાવી છે, સાચવી છે. આટલાં બધાં વ્યક્તિગત તેમજ સંસ્થાકીય સંબંધો અને જોડાણો અને તે પણ દેશ-વિદેશમાં સર્વત્ર સ્થાપવા અને જાળવવાં એ તેમના વ્યક્તિત્વનું વિરલ પાસું ગણી શકાય.
શ્રી કુમારપાળભાઈના વ્યક્તિત્વનું બીજું પાસું એટલે સૌ કોઈને તેમની શક્તિ અનુસાર કોઈ ને કોઈ કાર્યમાં જોડી તેમને હરહંમેશ પ્રોત્સાહિત કરવા. આમાં કૉલેજનો વિદ્યાર્થી હોય, શોધ-નિબંધ માટેનો અનુસ્નાતક હોય, સંલગ્ન સંસ્થાના કાર્યકર કે કર્મચારી હોય કે મારા જેવા
વસંતભાઈ ખોખાણી