________________
રીત
:
S:
તા.
અનુપમ સેવા અને અજોડ
કૌશલ્ય
ભારતીય પ્રજાસત્તાક રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, પ્રખર વિચારક, ખ્યાતનામ ચિંતક એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈને પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો છે તેનાથી સમસ્ત ગુજરાત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને ગુજરાતના આ પનોતા પુત્રને શતશઃ અભિનંદન સાથે તેની ભાવભીની અભિવંદના કરે છે.
શ્રી કુમારપાળભાઈ દેસાઈનો પરોક્ષ પરિચય તો વર્તમાનપત્રોની તેમની વિવિધ કટાર દ્વારા થયો હતો. વિવિધ વિષયો પરનાં તેમનાં લખાણોએ તેમના પ્રત્યે એક અપ્રતિમ સ્નેહ અને આદરની લાગણી ઊભાં કર્યાં હતાં. અધ્યાત્મ, ઇતિહાસ, સંસ્કૃતિ, શિક્ષણ, નૈતિકતા, ઘડતર, સાધના અને રમત-ગમત જેવા કેટલાક પરસ્પર અસંગત જેવા ગણાતા વિષયો પરનાં તેમનાં લખાણો તેમની બહુવિધ પ્રતિભાનો પરિચય કરાવતાં હતાં.
કોઈ પણ વિષય પરનું તેમનું તલસ્પર્શી જ્ઞાન, વિશદ વિવરણ અને વિવેકપૂર્ણ વિવેચન વાચકના માનસપટ પર તે વિષય પરત્વેની એક સ્પષ્ટ છાપ ઊભી કરવામાં સંપૂર્ણપણે સક્ષમ બની રહે છે. આ કારણે એમના બહુમુખી વ્યક્તિત્વના પરોક્ષ પરિચયથી તો તેઓ ગુજરાતભરના વાચકોના આદર અને પ્રીતિપાત્ર સાહિત્યકાર બની ગયા છે.
તેમની સાથેનો મારો પરિચય જૈન તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં થયો અને તે આજ સુધી સતત
વસંતભાઈ ખોખાની
179