________________
વિશિષ્ટ
યોગદાન
અમારપાળ નામનો ઉલ્લેખ થતાં જ જેનોની આંખમાં ચમકારો થાય ને કાનમાં ઘંટારવ થાય. આરતી પછી ગવાતા મંગળ દીવામાં શબ્દો આવે – આરતી ઉતારી રાજા કુમારપાળે રે.... પાટણના રાજ્યપાલ કુમારપાળની આરતીના ઉલ્લેખ વગર કદાચ જૈન પૂજાપાઠ અધૂરાં ગણાય તો આધુનિક સમયમાં ડૉ. કુમારપાળ દેસાઈના નામ વગર સાહિત્યજગત અધૂરું ગણાશે. ભારતની ભૂમિમાં અનેક સંતો, મહાત્માઓ અને સાહિત્યસર્જકો પાક્યા. એટલે જ ચારણ કવિ માતાની કુલીને બિરદાવતાં કહે છે કે –
જનની જણ તો સંત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”
કવિ તો માતાને સંત, દાનવીર અથવા શૂરવીર સંતાનને જન્મ આપવાનું કહે છે, પણ નીડર પત્રકાર અને લેખક સ્વ. જયભિખ્ખું અને માતા જયાબહેનના આ સુપુત્ર ડૉ. કુમારપાળભાઈમાં આ ત્રણે ગુણોનો ત્રિવેણી સંગમ છે. કુમારપાળભાઈના જ શબ્દોમાં કહીએ તો કલમનો અમર વારસો તો એમને પિતા સ્વ. જયભિખુ તરફથી મળ્યો તો માતાની શિખામણ કે “સારું જુઓ, સાચું જુઓ અને સહુનું જુઓએ તેમને ત્રણે ત્રણ ભૂમિકાઓ ભજવવા સક્ષમ કરી દીધા. “સારું જુઓ એટલે કે જગતમાં હમેશાં વિધાયક અને રચનાત્મક દૃષ્ટિએ વિચાર કરવો. પ્રત્યેક વ્યક્તિના પૉઝિટિવ' અંશને જોવો. જે સાચું
પ્રતાપભાઈ ભોગીલાલ
173