________________
સરકારની સ્પર્ધાઓમાં એમનાં પુસ્તકો પારિતોષિકોથી નવાજેશ પામ્યાં હતાં. પરંતુ કેડે કટારી, ખભે ઢાલને ભારત સરકારનું પંદરમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું. આ સ્પર્ધામાં ભારતની તમામ ભાષાઓમાં કુલ તેર પારિતોષિક આપવામાં આવ્યાં, એમાં ગુજરાતમાંથી એકમાત્ર કુમારપાળ દેસાઈના પુસ્તકને આ પારિતોષિક પ્રાપ્ત થયું. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે કુમારપાળના જીવનમાં સતત પ્રેરણાસ્ત્રોત બની રહેલા એમના પિતાશ્રી જયભિખ્ખનું અવસાન થયું અને એક વર્ષ બાદ કુમારપાળને આ રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું. આ સમયે અમદાવાદના શ્રી ઝાલાવાડ વિ. મૂ. જેન મંડળ તરફથી ચાંદીના કાસ્કેટ સાથે કુમારપાળને એક અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું. એમાં એમણે આટલી નાની વયે મેળવેલી સફળતાઓને બિરદાવતાં લખવામાં આવ્યું :
તમારી વિદ્યોપાસનાના આવા બહુમાન દ્વારા ગુજરાત અને ગુજરાતી સાહિત્ય બંને ગૌરવશાળી બન્યાં છે એમ અમે માનીએ છીએ. ઊગતી કારકિર્દીમાં જ આવું વિરલ બહુમાન પ્રાપ્ત કરવા બદલ તમને હાર્દિક અભિનંદન આપીએ છીએ.
સાહિત્યસર્જન ક્ષેત્રે તેમને મળવા લાગેલી આવી સફળતા અને લોકપ્રિયતાથી એમ લાગે છે કે, તમે તમારા પિતાશ્રી અને ગુજરાતના ખ્યાતનામ લેખક સ્વ. જયભિખ્ખના સુયોગ્ય પુત્ર તરીકે તેઓની સાહિત્યસર્જનની પ્રવૃત્તિનું સાતત્ય જાળવ્યું છે. એમના વિદ્યાવારસાને દીપાવી જાણ્યો છે. શ્રી જયભિખ્ખના સ્વર્ગવાસ બાદ તેઓની ખૂબ લોકપ્રિય બનેલી ઈંટ અને ઇમારત જેવી લેખમાળા તમે સફળતાપૂર્વક ચાલુ રાખી શક્યા છો, એ ઉપરથી પણ તમારી વિદ્યાપ્રીતિ અને સર્જકશક્તિનો ખ્યાલ આવી શકે છે. તમારી આવી સફળતા માટે અમે તમને ફરી ફરી અભિનંદન આપીએ છીએ.”
“કેડે કટારી, ખભે ઢાલ' પ્રગટ થયા પછી કુમારપાળની લેખિની સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઘૂમતી રહી. ઈ. સ. ૧૯૭૧માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં અને એમાંથી બિરાદરી’ નામના પુસ્તકનું સર્જન થયું. આ પુસ્તકમાં વાર્તા રૂપે કોમી એકતાની ભાવના પ્રગટ કરી. માત્ર હિંદુ અને મુસલમાન જ નહિ, બલ્ક શીખ અને સિંધી પ્રજાની બિરાદરીની કથાઓ આમાં રજૂ કરી. આમાં ગુરુ નાનક જેવા ધર્મસ્થાપકની કથા છે, તો સિંધી કોમના ચેટી ચાંદ ઉત્સવની પાછળ રહેલી સિંધી, હિંદુ અને મુસ્લિમ ધર્મના ઐક્યની કથા હતી. જયસિંહ સિદ્ધરાજ અને રણથંભોરના રાજવી હમીરદેવની ઐતિહાસિક કથાઓ હતી. અમદાવાદમાં હિંદુ કામદારો માટે જાનફેસાની કરનાર મુસલમાન આગેવાનની કથાએ તો ઘણાંનાં દિલ હરી લીધાં. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાંની શહીદોની જોડીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા સમર્પણની ગાથા આલેખી. પ્રતાપ' દૈનિકના તંત્રી ગણેશ શંકર વિદ્યાર્થીએ કોમી એકતા માટે પોતાના પ્રાણ પાથરી દીધા.
50
બાળસાહિત્યના સર્જક